જીટીયુ પાસેથી ભરતીની કામગીરી પરત લઈ લેવાતા કોર્પોરેશનમાં ગજગ્રાહ
પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં
આરોગ્ય શાખાની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે
સરકારની ૧૦૦ ટકા ગ્રાન્ટ આધારિત આરોગ્યની ૫
પોસ્ટ હેલ્થ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ
હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ અને લેબ ટેકનિશિયનની
હંગામી ધોરણે ભરતી માટે ગુજરાત ટેકનોલોજી
યુનિવસટીને જવાબદારી સોંપવામાં આવી હતી અને
આ માટે જીટીયુ દ્વારા જાહેરાત આપીને પ્રક્રિયા શઋ
કરવામાં આવી હતી. જેમાં ૨૧ ઓક્ટોબર ૨૦૨૩થી ૫
નવેમ્બર ૨૦૨૩ સુધીમાં અરજીપત્રકો મંગાવવામાં
આવ્યા હતા. વિવિધ જગ્યાઓ માટે ૩૦ હજારથી વધુ
અરજીઓ આવી હતી. જેની પરીક્ષા ૧૮ ફેબુરઆરી, ૨૪
ફેબુરઆરી અને ૨૫ ફેબુરઆરીએ યોજવાની જાહેરાત
કરવામાં આવી હતી. જોકે થોડા સમય અગાઉ આ
પરીક્ષાના ખર્ચ પેટે ૧.૧૩ કરોડ ઋપિયા મંજૂર કરવા
કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં
આવી હતી અને જે દરખાસ્ત ના મંજૂર કરીને આ
કામગીરી જીટીયુ પાસેથી લઈ લઈ ગૌણ સેવા પસંદગી
મંડળને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી
આ પરીક્ષા રદ કરવાની કોર્પોરેશનને ફરજ પડી હતી
પરંતુ હજી પણ કોર્પોરેશનમાં કેટલાક વ્યક્તિઓ આ
પરીક્ષા જીટીયુ મારફતે થાય તે માટે જ મથી રહ્યા છે.
સ્થાયી સમિતિના નિર્ણયને બદલવા માટે પણ મથામણ
કરવામાં આવી રહી છે અને ફરીથી દરખાસ્ત થાય તે
અંગે પણ જોર લગાવવામાં આવી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.