આટ્સઁ કોલેજ મોડાસામાં રોજગાર ભરતી મેળો યોજાયો - At This Time

આટ્સઁ કોલેજ મોડાસામાં રોજગાર ભરતી મેળો યોજાયો


શ્રી એસ કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ.આટ્સઁ કોલેજ, મોડાસા ખાતે ICICI બેંક દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડો. દીપકભાઈ જોશી સાહેબે વિદ્યાર્થીઓને રોજગારી માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત, કાર્યક્રમમાં ડો. જયશ્રીબેન દેસાઈએ વિદ્યાર્થીઓને રોજગારી વિશે માહિતગાર કર્યા. ડો.પિયુષભાઈ સિંહે કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો. આ ભરતી મેળામાં કુલ 69 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો. પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર ડો.વંદના પરમાર એ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.