મેંદરડાના ખેડૂતો દ્વારા મધુવંતી સિંચાઈ પિયત સહકારી મંડળી ના હોદેદારો - At This Time

મેંદરડાના ખેડૂતો દ્વારા મધુવંતી સિંચાઈ પિયત સહકારી મંડળી ના હોદેદારો


મેંદરડાના ખેડૂતો દ્વારા મધુવંતી સિંચાઈ પિયત સહકારી મંડળી ના હોદેદારો પ્રમુખ લાલભાઈ પાનસુરીયા,પરસોતમભાઈ ઢેબરિયા, ,નિલેશ ઢેબરિયા,, મૂકેશ પાનસુરીયા, સુરેશ ઉમરેટીયા, વજુભાઈ સવસાણી, સહીતના ઓને લેખીત અને મૌખિક રજુઆત કરાઈ હતી કે હાલ મા ખેડુતો એ ઉનાળુ પિયત મા તલ,મગ જેવા પાકો નુ વાવેતર કરવા માટે મધુવંતી સિંચાઈ યોજના માથી પાણી છોડવા મા આવેતો ખેડૂતો ઉનાળુ પિયત કરી શકે, જો નિર્ધારીત કરેલ હેકટર ના ફોર્મ ભરાશે તો નિયત સમયે પાણી છોડવા મા આવશે,ફોર્મ ભરવાની તારીખ ૧૯/૨/૨૦૨૪ થી ૨૫/૨/૨૦૨૪ સુધી ભરવામાં આવશે અને તારિખ ૧/૩/૨૦૨૪થી ૧૨દિવસ ના અંતરે કુલ ૭ પાણી આપવામાં આવશે આ મધુવંતી પિયત સિંચાઈ વિભાગ માં ત્રણ વિભાગનો સમાવેશ થાય છે જેમાં પ્રથમ ડી-૧-વિભાગ મા આશરે ૩૫૦ હેકટર કરતાં પણ વધુ ખેડુતોની જમીન નો સમાવેશ થતો હોય જેથી આયોજન ની બેઠક વડલા વાડી દિનુ કાકા પાનસુરીયા વાડી ખાતે યોજવામાં આવેલ હતી જેનું લેખીત મા સિંચાઈ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.