ખેલમહાકુંભ 2.0: સ્કેટિંગ સ્પર્ધામાં બોટાદ જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગનું ગૌરવ
ખેલમહાકુંભ 2.0: સ્કેટિંગ સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું ગૌરવ
બોટાદ જિલ્લાની શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ સાધતી,હરણફાળ ભરતી,સિધ્ધિઓની પરંપરા કાયમ કરતી એકમાત્ર સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ-બોટાદ દ્વારા શિક્ષણ અને સંસ્કારનું ઘડતર થાય તેવા અભિગમની સાથે વિવિધ સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક,આરોગ્ય લક્ષી,સ્પર્ધાત્મક પરીક્ષા અને ઈત્તરપ્રવૃત્તિમાં હરહંમેશ પ્રગતિશીલ કાર્યમાં વિશેષ નામ સાથે ખેલમહાકુંભ 2.0 સ્કેટિંગ સ્પર્ધામાં 500 મીટર અને 1000 મીટરમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતા ગોહિલ શક્તિરાજસિંહ રાજેન્દ્રસિંહ બોટાદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ જે બદલ સંસ્થાના વડા વંદનીય માધવ સ્વામીજી,વંદનીય આંનદ સ્વામી,સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજ સર,આચાર્ય કે.સી. મહેતા સર,તમામ શિક્ષકો અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ-અભિનંદન પાઠવેલ જીવનમાં દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી શુભકામનાઓ આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.