ધંધુકામા નાનીજોક મિરાવાડી ખાતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ઝેરી દવા પીવડાવી મોત નીપજયું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામા નાનીજોક મિરાવાડી ખાતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ઝેરી દવા પીવડાવી મોત નીપજયું.
પ્રાપ્ત માહિતી આજ રોજ સોમવારે સાંજે 6 વાગ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા નાનીજોક વિસ્તાર ખાતે રહેતા રણછોડભાઈ કાળુભાઇ ગમારા ઉ.વ.54 એ મુજબની ધંધુકા પંથકમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાની દીકરીને અન્ય પરિણીત યુવાનને લલચાવી પ્રેમજાળમાં ફસાવી ઝેરી દવા પીવડાવી મૃત્યુ નીપજાવ્યું.
બનાવની હકીકત મુજબ ફરિયાદીની દીકરી ભાવુબેન તથા પરિણીત યુવાન મહિપતભાઈ વહાણભાઈ સારોલા રહે રાયકા ધંધુકાએ બંને અડવાળ ગામની સિમમાથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા. તેમને રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે સારવાર માટે લાવ્યા હતા તેમાં ભાવુબેન મૃત્યુ પામ્યા હતા જ્યારે મહિપતભાઈ વહાણભાઈ સારોલાને વધુ સારવાર માટે ભાવનગર ખાતે લઈ ગયા હતા. ફરિયાદી દ્વારા વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મહિપતભાઈ દ્વારા પોતાની દીકરીને લલચાવી પ્રેમજાળમાં ફસાવી , પોતાનો ઘર સંસાર ના બગડે તે માટે તેમની દીકરીને મૃત્યુ પામે તો પ્રેમસબંધ પૂરો થઈ જાય માટે વધુ ઝેરી દવા પીવડાવી મારી નાખવામાં આવી છે તેવું કહેવામા આવ્યું હતું. ધંધુકા પંથકમાં મહિપતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.