વિધાનસભામાં 'આપ' ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની માંગણી કરવામાં આવી - At This Time

વિધાનસભામાં ‘આપ’ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની માંગણી કરવામાં આવી


એસસી-એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સમયસર આપવામાં આવતી નથી: ઉમેશ મકવાણા ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓનું ઘણું બજેટ ખર્ચ કરવામાં આવતું નથી. માટે જો આ રકમમાંથી શિષ્યવૃત્તિ આપવામાં આવે તો બજેટ ઉપયોગમાં આવી શકે તેમ છે: ઉમેશ મકવાણા એસસી-એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે તથા મોંઘવારી પ્રમાણે શિષ્યવૃત્તિની રકમમાં વધારો કરવામાં આવે: ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા એસસી-એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, પરંતુ આ શિષ્યવૃતિ સમયસર આપવામાં આવતી નથી છેલ્લા એક-દોઢ વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ખેડૂતો અને મજૂરોના બાળકોને જ્યારે શિષ્યવૃત્તિ મોડી આપવામાં આવે છે, ત્યારે તેમનું શિક્ષણ બગડતું હોય છે. આ ગંભીર મુદ્દા પર આમ આદમી પાર્ટીની નાણામંત્રી સમક્ષ માંગણી છે કે વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે અને સાથે સાથે મોંઘવારી પ્રમાણે શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવે વધુ એક ગંભીર બાબતે પણ છે કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને હજુ સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી. માટે અમારી એ પણ માંગણી છે કે ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓનું બજેટ ઘણું મોટું હોય છે, તેમ છતાં પણ તે ખર્ચ કરવામાં આવતું નથી. માટે જો આ બાળકોને આ રકમમાંથી શિષ્યવૃત્તિ આપવામાં આવે તો સંપૂર્ણ બજેટ ઉપયોગમાં આવી શકે તેમ છે ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે આજે શિક્ષણ જગતમાં માફિયાનું રાજ ચાલે છે એટલા માટે શિક્ષણ મોંઘુ થઈ ગયું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.