બાકીના રૂપિયા કેમ આપતો નથી કહીં યુવકને માર માર્યો - At This Time

બાકીના રૂપિયા કેમ આપતો નથી કહીં યુવકને માર માર્યો


શહેરનાં માંડાડુંગર ભીમરાવનગરમાં રહેતા યુવકે અગાઉ તેમના પરિચિત પાસેથી આઠ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જેમાંથી બે હજાર રૂપિયા દેવાના બાકી હોય જે બાબતનો ખાર રાખી કિશોરભાઈ હેરભા અને યુવરાજસિંહએ ફરિયાદીને માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ માંડાડુંગર ભીમરાવનગર નવદુર્ગા ચોક પાસે વિપુલભાઈ ભરવાડના મકાનમાં રહેતાં કેતનભાઇ પ્રભુદાસ ભીમજીયાણી (ઉ.વ.39)એ આરોપી તરીકે રતનપર ગામના કિશોરભાઈ હેરભા, યુવરાજસિંહનું નામ આપ્યુ હતું ફરિયાદમાં જણાવ્યુ હતું કે આજથી બે વર્ષ પહેલાં મેં મારા ઓળખીતા કિશોરભાઈ હેરભા પાસેથી રૂ.8000 હાથ ઉછીના લીધેલ હતા તે પૈકીના રૂ.6000 મેં તેને પાછા આપી દીધેલ હતા. મારે કામ ધંધો હમણાં બરાબર ચાલતો ન હોય જેથી બાકીના રૂપિયા 2000 આપ્યાં ન હતાં.
જેથી પંદર દિવસ પહેલા મારી પાસે આ પૈસાની માંગણી કરતા મેં તેને થોડા દિવસ પછી વ્યવસ્થા કરી આપી દઈશ કહ્યું હતું. ગઈકાલે હું રાતના આઠેક વાગ્યે ખટારા સ્ટેન્ડ સામે આવેલ મારા ભાઈ રમેશની રેકડીએ કામ ઉપર હતો ત્યારે કિશોરભાઈ હેરભા આવેલ અને જેમ તેમ બોલવા લાગેલ. પૈસા ક્યારે આપવા છે
આમ કહી જતા રહેલા હતા અને હું મારું એકટીવા લઇ મારા ઘરે રાતના દસેક વાગ્યે જતો હતો ત્યારે સાગર નગર ખટારા સ્ટેન્ડ પાસે ભરવાડની ચાની હોટલ પાસે ફરી કિશોરભાઈ હેરભા તથા તેનો મિત્ર યુવરાજસિંહ ગાડી લઈ આવેલ અને મને ઉભો રાખી આ બંને જણા કહેવા લાગેલ કે પૈસા કેમ કાઢતો નથી આમ કહી મને ગાળો કાઢી યુવરાજસિંહએ ધોકાનો એક ઘા મારા વાસાના ભાગે મારી દેતા હું મારું મોટર સાયકલ મુકી ત્યાંથી ભાગી ગયેલ હતો.ત્યાર બાદ મેં મારા ભાઈ રમેશને ફોન કરતા મારો ભાઈ રમેશ તથા યતીનભાઈ બંને આવી જતા મને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.