રાજકોટમાં કિડની આકારનું રિસર્ચ સેન્ટર, મ્યુઝિયમ બનશે - At This Time

રાજકોટમાં કિડની આકારનું રિસર્ચ સેન્ટર, મ્યુઝિયમ બનશે


કિડની ટ્વિન ટાવર નવું આકર્ષણ બનશે, લોહી ફરતું હોય તેવી કરાશે રોશની

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી. સવાણી હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્ર કિડની રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત છે. આ ઈન્સ્ટિટ્યુટને નવી હોસ્પિટલના બાંધકામ માટે સરકારે વધારાની જમીન આપી છે. નવી 12 માળની હોસ્પિટલ બનશે પણ તેની સાથે જે સરકારે જમીન આપી છે તેમાં કિડનીના આકારનું નવું મ્યુઝિયમ બનશે. બી.ટી. સવાણી હોસ્પિટલમાં પ્રોફેસર ઓફ યુરોલોજી ડો.વિવેક જોશીના જણાવ્યા અનુસાર કિડની શેપના ટ્વિન ટાવર બનાવવાનું આયોજન છે. આ બંને ટાવર દૂરથી જોતા કિડની જેવા જ લાગશે અને તેની લિફ્ટ ધોરી નસ જેવી હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.