સરકાર ઉદાર છે મોઢે માંગ્યા નાણાં ફાળવે છે તેમાં ના નહિ પણ નિર્ધારિત નીતિ ઓનું આચરણ થાય છે ખરું ? કુપોષણ નો કલંક કુતરી વિયાય તો પણ રાબ પાવો નો રિવાજ ક્યાં ગયો ? છાશ માં માખણ જાય ને ફુહડ કહેવાય તેવી હાલત છે  જાહેરહીત માં કરકસર ચીવટ કે સરકારી ઔચિત્ય જળવાય છે ? - At This Time

સરકાર ઉદાર છે મોઢે માંગ્યા નાણાં ફાળવે છે તેમાં ના નહિ પણ નિર્ધારિત નીતિ ઓનું આચરણ થાય છે ખરું ? કુપોષણ નો કલંક કુતરી વિયાય તો પણ રાબ પાવો નો રિવાજ ક્યાં ગયો ? છાશ માં માખણ જાય ને ફુહડ કહેવાય તેવી હાલત છે  જાહેરહીત માં કરકસર ચીવટ કે સરકારી ઔચિત્ય જળવાય છે ?


બહુમતી ના જોરે કબજો કરી શકાય પણ ચલાવતા ન આવડે તો
સરકાર ઉદાર છે મોઢે માંગ્યા નાણાં ફાળવે છે તેમાં ના નહિ પણ નિર્ધારિત નીતિ ઓનું આચરણ થાય છે ખરું ?
કુપોષણ નો કલંક કુતરી વિયાય તો પણ રાબ પાવો નો રિવાજ ક્યાં ગયો ?
છાશ માં માખણ જાય ને ફુહડ કહેવાય તેવી હાલત છે 

જાહેરહીત માં કરકસર ચીવટ કે સરકારી ઔચિત્ય જળવાય છે ?

સતાનશીન સરકારો ને ટીકા પસંદ હોતી નથી ઈશ્વર ની જેમ તેઓ પણ સ્વીકાર અને ખુશામત માટે તરફડે છે પણ એમની કમનસીબી છે કે લોકશાહી વિચારો કરવા પ્રેરે છે અને આધુનિક લોકશાહી અસંમતિના અસંખ્ય અવાજ ને રજૂ કરે છે
સરકાર વાસ્તવિક ચિત્ર રજૂ કરવા ના બદલે ભ્રામક સિધ્ધિ ઓ વર્ણવે છે "હું ખાતો નથી અને ખાવા દેતો નથી" લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો લાંચ વિરોધી અધિનિયમ ૧૯૮૮ હેઠળ કેટલા કિસ્સા નોંધાય છે ? બે પાંચ ટકા પણ નહીં અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એટલી બધી ઉદાર છે મોઢે માંગી ગ્રાન્ટ વિકાસ કામો પાછળ ફાળવે છે તેમાં કોણ ના કહી શકે પણ આ રકમ જે હેતુ પ્રયોજન માટે અપાય તે હેતુ માટે ચીવટ કરકસર ગુણવત્તા જળવાય છે ખરી ? ઘણા સમય થી ડુપ્લિકેટ ધી પનીર ખાદ્ય દ્રવ્ય તો ઢીક પણ ડુપ્લિકેટ અધિકારી કચેરી પી એ ઇન્સ્પેકટર અનેક કેસો સરકારી ઔચિત્ય ખાતર સંડોવાયેલ અધિકારી ને શિક્ષાત્મક પગલાં રૂપે માત્ર બદલી કરી દેવાય છે સરકાર ની છબી તંત્ર ના કારણે ખરડાય નહિ તે જરૂરી છે ભ્રષ્ટચાર વિરોધી કચેરી ઓ લગભગ નિષ્ક્રિય બનાવી દેવાય છે સ્વચ્છ છબી માટે તંત્ર ભ્રષ્ટ હોય તો પણ તે સરકારી સિસ્ટમ નો હિસ્સો છે તેના થી સરકાર ની સ્વચ્છ છબી થોડી બગાડાય ?
સરકાર ની આર્થિક સદ્ધરતા નું ચિત્ર આવક વધે અને દેવું વધે લાફો મારી ને પણ ગાલ લાલ રાખવાનો ગેરવહીવટ ને સુશાસન થી સંબોધન કરવાનું
અત્યારે સરકાર સો ટકા ઉદાર છે મોઢે માંગ્યા નાણાં જનહિત માટે ફાળવે છે તેમાં ના નહિ પણ નીતિ નિર્ધારકો ની સારી નીતિ ઓનો ગેરલાભ કેટલીય જગ્યા એ લેવાય છે છાસ માં માખણ જાય ને ફુહડ જેવી વાત છે કરકસર ચીવટ ની તો વાત નહિ પ્રજા ના પૈસા થી ઝાકમઝોળ કરવાની એકપણ તક જતી ન કરતા ભ્રષ્ટ પદા અધિકારી ઓ અધિકારી કોઈ આકસ્મિક ખર્ચ માટે આવી ઉદારતા નથી દર્શવતા
સારી મોંઘી ફોરવહીલ ઉપર કપી બહુમતી ના જોરે કબજો કરી શકે છે પણ ચલાવતા ન આવડે તો શું ? તેવી હાલત વર્તમાન સરકાર ની છે બુદ્ધિ જ્યાં સુધી સતા પર હુમલો કરતી નથી ત્યાં સુધી તે સંપૂર્ણ તાકાત પ્રાપ્ત કરતી નથી
ગત ૨૨ જાન્યુઆરી એ આખો દેશ ભગવાન શ્રી રામ ના નામે રોડ ઉપર આવ્યો તેજ દેશ રાષ્ટ્ર માટે ૨૬ ની જાન્યુઆરી ન આવ્યો હું કોઈ રામ વિરોધી નથી જે રામ માટે એકતા દર્શાવી તેવી એકતા રાષ્ટ્ર માટે દર્શાવીશુ સંવિધાન નું આચરણ કરીશુ રાષ્ટ્ર ની સંપત્તિ ની રક્ષા કરીશું ત્યારે જ દેશ મહાસતા બનશે ને ?
માત્ર કાયદા થી જ અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતા સલામત રહી શકે નહીં દરેક વ્યક્તિ કોઈ પણ જાતની સજા વિના પોતા મંતવ્યો રજૂ કરી શકે તે માટે તમામ લોકો માં સહીષ્ણુતાની ભાવના હોવી જોઈ એ તાજેતર માં ગુજરાત વિધાન સભા માં ચોકવનારા કુપોષણ ના આંકડા આવ્યા મહિલા અમે બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ આઈ સી ડી એસ સહિત ના તંત્ર દ્વારા અભિયાનો મુહિમો પછી કુપોષણ કલંક પાંચ ગણું વધ્યું કેમ? અમરેલી જિલ્લા ના એક બોલકા નેતા ચૂંટણી સભા ઓમાં વાહવાહી મેળવવા કહેત ફુલતા નથી દર ત્રણ કિમિ માં એક ધર્મધજા સદાવ્રતી સંસ્થા ઓ કુતરી વિયાય તો રાબ પાવા નો રિવાજ હોવા નો લવારો કારગત ન નીવડ્યો ? કુપોષિત બાળકો ને દત્તક લેવા ની રીતસર હોડ ચાલતી હતી ભાજપ ના કાર્યકરો સન્માન બેજ હોંશે હોંશે પહેરી ફુલ્યા નહોતા સમાતા પછી ભલે એક બિસ્કિટ નું પેક્ટ પણ ક્યાર ન આપે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.