ધોલેરા પંથકમાં ચાલતા બેફામ ઓવરલોડ ડમ્પરોને સ્થાનિકોએ રોકવ્યા.
ધોલેરા તાલુકાના આંબળી ગામે 15 થી વધુ ઓવરલોડ ડમ્પર ટ્રકો સ્થાનિકોએ રોક્યા.
નીતિ નિયમો નેવે મૂકી પરમિશન કરતા ડબલ ટ્રીપલ ઓવરલોડ વહન કરાય છે ડમ્પરોમાં.
ધોલેરા એકસપ્રેસ વે ના કામમાં વપરાતા માટી મેટલ સહિતનું મટીરીયલ કરાય છે વાહન.
આંબળી પસાર થતા ઓવરલોડ ડમ્પરો ના કારણે રોડ તૂટી જાય છે તેમજ તેમજ તેમાંથી માટી કપચી રોડ પર પડતી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે.
ખાણ ખનિજ વિભાગ તેમજ આરટીઓ સહિતના વહીવટી તંત્રની મીલીભગતથી ચાલી રહ્યા છે બેફામ ઓવરલોડ ડમ્પરો.
અગાઉ ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના ભાજપના આગેવાનોએ ઓવરલોડ ડમ્પરો અટકાવી ચેતવણી આપી હતી.
ધારાસભ્યની ચેતવણી બાદ પણ માતેલા સાંઢ સમા ઓવરલોડ ડમ્પરો શરૂ રહેતા સ્થાનિકોએ કરી લાલ આંખ.
સ્થાનિકોએ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગ ને કરી જાણ તો ધોલેરા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી.
આ મામલો હવે વધુ ઉગ્ર બને અને સમગ્ર પંથકના સ્થાનિકો દ્વારા સામૂહિક વિરોધ થાય તેવી શક્યતા.
Mkc કંપનીને મળ્યો છે કોન્ટ્રાક્ટ જેઓ દ્વારા બેફામ સ્થાનિક માટી ખનન તેમજ બેફામ ઓવરલોડ ડમ્પર ચલાવતા હોવાને લઈ અગાઉ અલગ અલગ જગાએ અનેકવાર વિરોધ નોંધાઈ ચૂક્યો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નેવે મૂકીને કરાઈ રહેલ કામગીરીને લઈ હવે સ્થાનિકો માં રોષ છે તો આગામી સમયમાં સ્થાનિકો ઉગ્ર વિરોધ નોંધાવી શકે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.