દૅશમા મૉદીજી તથા રાજ્યમાં ભુપેન્દ્ન પૅટૅલ ની સરકારે નલ સૅ જલ યૉજના થકી દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું શુભ કામ કર્યું પાણી પુરવઠા જળ સંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા - At This Time

દૅશમા મૉદીજી તથા રાજ્યમાં ભુપેન્દ્ન પૅટૅલ ની સરકારે નલ સૅ જલ યૉજના થકી દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું શુભ કામ કર્યું પાણી પુરવઠા જળ સંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા


(નરૅશ ચૉહલીયા જસદણ)
જસદણ વિછીયા ના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા વિધાનસભા સત્રમાં ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ એ પૂછેલા સવાલના જવાબો આપતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત ના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ના દીર્ઘ નેતૃત્વમાં ગુજરાત કે દેશના છેવડાના માનવી સુધી પાણી પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ છૅ ધારાસભ્ય ઍ પુછૅલા સવાલ ના અપાયેલા જવાબ મંત્રી બાવળીયા આપૅલ
આ મુજબ છે રૂ. ૨૫.૨૪ કરોડની જીતનગર-સુંદરપુરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના ૨૨ અને નાંદોદ તાલુકાના ૦૭ ગામોને સમાવાયાઃ રૂ. ૪૨.૭૭ કરોડની નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-૧) તેમજ રૂ. ૩.૦૩ કરોડની (ભાગ-૨) યોજના હેઠળ ગરૂડેશ્વર તાલુકાના ૧૨-૧૨ ગામોને સમાવવા વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રજલ જીવન મિશનશ્ર અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નલ સે જલ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે. તે જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત આગળ વધી રહી છે.

નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો આપતા મંત્રી શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, રૂ. ૨૫.૨૪ કરોડની જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના ૨૨ અને નાંદોદ તાલુકાના ૦૭ ગામોને સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૪૨.૭૭ કરોડની નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-૧) તેમજ રૂ. ૩.૦૩ કરોડની (ભાગ-૨) યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના ૧૨-૧૨ ગામોને સમાવી લેવામાં આવ્યા તેમણે વિગતો આપતા ઉમેર્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજનાનું કામ જુલાઈ-૨૦૨૩માં પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બાકી રહેતી- નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-૧) તેમજ (ભાગ-૨)ના કામ હાલ પ્રગતિ હેઠળ છે, જે જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે. વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, - દેડીયાપાડા અને સાગબારા તાલુકાની - ઝરવાની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ - ૫૪ ગામો તેમજ દેડીયાપાડાની સાગબારા- દેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના - હેઠળ ૬ ગામોને સમાવી લેવામાં આવ્યા - છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.