બેગાની શાહી મેં અબ્દુલા દિવાના સૌરાષ્ટ્ર તમિલ સંગમ પાછળ રાજ્ય સરકારે ૧૫-૫૯ કરોડ નો ખર્ચ કર્યો પ્રજા ના પૈસા થી ઉજવણી વિધાનસભા માં ખુલાસો
બેગાની શાહી મેં અબ્દુલા દિવાના સૌરાષ્ટ્ર તમિલ સંગમ પાછળ રાજ્ય સરકારે ૧૫-૫૯ કરોડ નો ખર્ચ કર્યો
પ્રજા ના પૈસા થી ઉજવણી વિધાનસભા માં ખુલાસો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પ્રવાસ જાહેરાત ટ્રાન્સપોર્ટ, ભોજન કુરિયર સહિત રૂ.૧૫ કરોડથી વધુનો ખર્ચ થયાનો વિધાનસભામાં ખુલાસો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજવામાં આવયો હતો. જેની પાછળ રાજય સરકારે રૂ.૧૫.૫૯ કરોડના ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સવાલ પૂછાતાં વિધાનસભામાં પ્રવાસન મંત્રીએ ખર્ચની વિગતવાર ખર્ચની માહિતી રજૂ કરી હતી.કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રશ્ન પૂછતાં પ્રવાસન મંત્રીએ પ્રત્યુતર આપ્યો કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પાછળ કુલ મળીને રૂ.૧૫.૫૯ કરોડનો ધૂમ ખર્ચ કરાયો હતો. દક્ષિણ ભારતથી લોકોના લાવવા લઇ જવા માટે રૂ.૫.૩૫ કરોડ, ભોજન માટે રૂ.૩.૫૧ લાખ અને પ્રવાસીઓના રહેવા માટે રૂ.૯.૪૫ લાખ ખર્ચાયા હતાં. ટ્રાન્સપોર્ટેશન પાછળ રૂ.૯૬.૯૧ લાખનો ખર્ચ થયો હતો. આંખે ઉડીને વળગે તેવી વાત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમની જાહેરાત પાછળ રૂ.૨.૮૧ કરોડનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આમ મૂળ કાર્યક્રમના ખર્ચ જેટલો જ પ્રચાર માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. માત્ર ટપાલ-કુરિયર માટે પણ રૂ.૮.૭૭ લાખનો ખર્ચ કરાયો હતો. આમ ગુજરાત ટુરીઝમે સૌરાષ્ટ્ર તમિલ સંગ્રમ પાછળ મન મૂકીને નાણા ખર્ચ્યા હતાં લૂંટો ભાઈ લૂંટો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.