બોટાદની એક સોસાયટીમાં થયેલી ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓ ઝડપાયા
બોટાદ શહેરમાં આવેલી હરભોલે સોસાયટીમા રહેતા ચેતનભાઇ સાગરભાઇ વડદરીયા પોતાના પરીવાર સાથે અમદાવાદ ખાતે હોસ્પિટલના કામે ગયેલા ત્યાંરે તેમના રહેણાંકી મકાનમાં ૩ થી ૪ ફેબ્રુઆરી વચ્ચે રાત્રીના સમયે અજાણ્યા ઈસમો મકાનમાં ધુસયા હતા તિજોરી તોડી તેમા રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2,44,860 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગેની પોલીસ ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેને લઇ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી બોટાદ ટાઉન પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવાઇ હતી જેમા તપાસ દરમિયાન ચાર આરોપીએ ચોરી કર્યાનું સામે આવતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જેમાં સિદ્ધરાજભાઇ અનકભાઇ ખાચર , પ્રદીપભાઇ અરવિંદભાઈ લોલયાણી અને ઇનાયતભાઇ યુનુસભાઇ ખુરેશીને ઝડપી પાડ્યા જ્યારે વિશાલભાઇ કાળુભાઇ વાધેલાને પકડવાનો બાકી છે આ તમામ આરોપીઓ રેલ્વે સ્ટેશન પાછળના રહેવાસી હોવાથી પોલીસ દ્વારા મોટાભાગનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.