સાળંગપુર ગામે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી : મુખ્ય બજાર ખાતે સફાઈ કરી કચરાનો નિકાલ કરાયો - At This Time

સાળંગપુર ગામે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી : મુખ્ય બજાર ખાતે સફાઈ કરી કચરાનો નિકાલ કરાયો


આપણે સૌ પણ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાઈને આપણું ઘર, શેરી, ગામ, શહેર અને દેશને સ્વચ્છ રાખી સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીએ

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા કષ્ટભંજન મંદિર અને બી.એ.પી.એસ મંદિર પાસે મુખ્ય બજાર ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી ટીમ દ્વારા વિસ્તારની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા, કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સ્વચ્છ વાતાવરણ જાળવવા માટે કામગીરી કરવામાં આવી હતી સ્વચ્છતા હી સેવા અભિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવી લોકોની સુખાકારીમાં વધારવાની દિશામાં કાર્ય કરવા પ્રેરણા આપી રહ્યું છે આ પહેલ નાગરિકો માટે તંદુરસ્ત અને વધુ ટકાઉ વાતાવરણને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ત્યારે આપણે સૌ પણ આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને આપણું ઘર, શેરી, ગામ, શહેર અને દેશને સ્વચ્છ રાખી સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીએ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.