મોરબીનાં વીરપરડા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું - At This Time

મોરબીનાં વીરપરડા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું


ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને ઠેર- ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ત્યારે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોરબી તાલુકાના વીરપરડા ગામ નજીક દરોડા પાડી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.

જેમાં એક પોલીસ કર્મચારી ની પણ સંડોવણી ખુલી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના વીર પરડા ગામ નજીક SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ઓમ બનના નામની હોટેલમાં ચાલતા ડીઝલ ચોરીનાં કૌભાંડ પર SMCએ દરોડો પાડ્યો હતો અને ગેરકાદેસર ડીઝલના જથ્થા અને બે ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ દરોડામાં ભાવેશ પરબતભાઈ ધ્રાંગા ઉર્ફે પૂટી મુન્નો રાઠોડ (રહે.નાગડાવાસ) જે આઠ દિવસ પહેલા પાસામાંથી છૂટ્યો છે તેમજ ભરત મિયાત્રા પોલીસ (કોન્સ્ટેબલ મોરબી હેડ ક્વાર્ટર),શ્રવણસિંહ મારવાડીની સંડોવણી સામે આવી છે અને ત્રણે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.SMC ટીમે 300 લીટર ગેરકાયદેસરના ડીઝલ જથ્થો અને ટેન્કર નંબર GJ 02 XX 1672 અને GJ 12 BX 1757 તેમજ સ્વિફ્ટ કાર નંબર GJ 36 R 8607 અને નંબર વિનાની થાર કબજે કરી તેમજ આ હોટેલ કોની માલિકી ની છે તેમજ અન્ય કોની કોની સંડોવણી છે અને આ ડીઝલ ક્યા ક્યા વહેંચવામાં આવતું હતું તેવા અનેક સવાલો ના જવાબ મેળવવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરી ને ગુનો નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.તેમજ આ દરોડાની જાણ થતા જ મોરબી એલસીબી અને મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં જોડાઈ હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.