જેલની બહારથી ફેંકાયેલી બીડી-ચાર્જર ભરેલ દડો અંદર પડયો; કેદી પહેલા જેલર સુધી પહોંચ્યા
રાજકોટ મધ્યસ્થ જેલમાં પાન બીડી બાકસ તમાકુ સીગારેટ મોબાઈલ ચાર્જર સહિતની વસ્તુઓ પ્રતિબંધીત હોવા છતાં છાસવારે જેલ ઝડતી સ્કવોર્ડના ચેકીંગ દરમ્યાન આવી પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલની બહારથી કોઈએ બીડી ચાર્જર ભરેલ દડો જેલની અંદર ફેંકતા જેલરે કબજે લઈ અજાણ્યા શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત અનુસાર મધ્યસ્થ જેલમાં જેલર ગ્રુપ-2માં ફરજ બજાવતા એચ.જે. ટાંક ફરજ ઉપર હાજર હતા ત્યારે જનરલ સુબેદારે જાણ કરતા જેલની અંદર દિવાલ પાસે યાર્ડ નં.2 અને 33 વચ્ચે બહારથી સેલોટેપ વીટાળેલ દડો જે બહારથી ઘા થયેલ હોય જે દડાને ખોલતા તેમાંથી બીડી નંગ 160 અને એસેમ્બલ ચાર્જર મળી આવતા આ પ્રતિબંધીત વસ્તુઓ કબજે લઈ જેલની બહારના સીસી ટીવી ફુટેજ તપાસતા બે અજાણ્યા શખ્સો પોપટપરા નાળા તરફથી આવી આ દડો જેલની અંદર તરફ ફેંકી નાસી જતા નજરે પડયા હતા.
આ બનાવ અંગે જેલર ગ્રુપ-2 અધિકારી એચ.કે. ટાંકની ફરીયાદ આધારે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.