દામનગર સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણ માં પાલિકા નો પરપોટો ફૂટ્યો નેશનલ ૨૮૩૧ અને રાજ્ય કક્ષા એ ૯૯ માં ક્રમે
સફાઈ સેવા ના ફોટા પડાવવા નહિ સફાઈ કરવાની હતી એક વર્ષ માં ૩૫ લાખ નો ખર્ચ ક્યાં કર્યો? દામનગર સ્વચ્છતા અભિયાન નો પરપોટો ફૂટ્યો નેશનલ ૨૮૩૧ અને રાજ્ય કક્ષા એ ૯૯ માં ક્રમે
દામનગર દેશ લેવલે ૨૮૩૧ રાજ્ય કક્ષા ૯૯ નંબરે સ્વચ્છતા અભિયાન પાછળ ખૂબ મોટો ખર્ચ કરી ફોટા પડાવવા પડાપડી કરતા તંત્ર એ વાસ્તવિક સફાઈ કરી હોત તો પરિણામ જુદુ હોત પણ ચૂંટાયેલ સભ્યો બંધારણ થી ઉપર જઈ વિશેષાધિકાર ભોગવી પ્રજા ના નાણાં નો ખુલ્લે આમ દૂર ઉપીયોગ કરી શહેર ની અંતરિક સફાઈ ના બદલે આર એન્ડ બી સરકારી પડતર ગૌચર ના મેદાનો માં સફાઈ ના નામે ખોટા ખર્ચ કરી વાહવાહી કરવા જતાં ઉંધે કાંધ પડ્યા સ્વચ્છતા સર્વેક્ષણ માં નેશનલ ૨૮૩૧ અને રાજ્ય કક્ષા ૯૯ ના ક્રમે આવ્યા સ્વચ્છતા અભિયાન સફાઈ માટે હતું કે ફોટા પડાવવા ? લાખો રૂપિયા નું પેટ્રોલ ડીઝલ અને વગર મંજૂરી એ મંજુર મહેકમ થી વધુ ખર્ચ ક્યાં કર્યો હશે ? શહેર ના ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ સેવા કરાય છે એતો જાહેર કરો ખબર તો પડે કે કઈ સોસાયટી માં ક્યાં વારે સફાઈ કરાય છે ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.