10 લાખથી વધુની કિંમતના દાગીના ભરેલી રેલ્વે મુસાફરની બેગ રેલ્વે સ્ટાફની મદદથી મળી - At This Time

10 લાખથી વધુની કિંમતના દાગીના ભરેલી રેલ્વે મુસાફરની બેગ રેલ્વે સ્ટાફની મદદથી મળી


10 લાખથી વધુની કિંમતના દાગીના ભરેલી રેલ્વે મુસાફરની બેગ રેલ્વે સ્ટાફની મદદથી મળી

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર,સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજર અજય કુમાર ગુપ્તા તેમના પરિવાર સાથે 31 જાન્યુઆરીના,2024 રોજ પ્રયાગરાજ જંક્શનથી અમદાવાદ જં.જતી બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન નંબર 12946માં બેઠા હતા. તેમની પુત્રીના લગ્નનુ રિસેપ્શન 01 ફેબ્રુઆરી, 2024ના રોજ અમદાવાદમાં યોજાવાનું હતું.અમદાવાદ ઉતરતી વખતે તેમની એક બેગ અકસ્માતે બોગી નંબર B 3માં રહી ગઈ હતી.તે થેલીમાં 10 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના રાખવામાં આવ્યા હતા ટ્રેન અમદાવાદ સ્ટેશનેથી નીકળી હતી તેણે તરત જ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓનો સંપર્ક કર્યો.ભાવનગર રેલ્વે મંડલના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સી.આર.ગરૂડ઼ાને આ વાતની જાણ થતાં તેણે તરત જ ગાંધીગ્રામના સ્ટેશન માસ્ટરનો સંપર્ક કર્યો હતો.રેલ્વે કર્મચારીઓએ મુસાફરના કહેવા મુજબ કોચની શોધખોળ કરી અને બેગ સલામત રીતે મળી. રેલવે કર્મચારીઓએ મુસાફરનો સંપર્ક કરીને બેગ પરત કરી હતી,મુસાફર દ્વારા તમામ દાગીના અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.તેમણે આ ઉત્કૃષ્ટ કાર્ય માટે રેલવે પ્રશાસન,સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.