તું બહુ મોટા અવાજે ફોનમાં વાત કરે છે’ કહીં સેન્ટિંગના ધંધાર્થી પર પાડોશી પિતા-પુત્રનો હુમલો
વાવડીમાં સેન્ટીંગનો ડેલો ધરાવતા યુવક ઉપર નજીકમાં જ રહેતા પિતા-પુત્રએ ધોકો અને સોડા બોટલ વડે હુમલો કરતા ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક કારખાનાના ડેલા પાસે ઉભી ફોનમાં વાત કરતો હતો ત્યારે પિતા-પુત્ર ત્યાં આવ્યા હતા અને તું ફોનમાં બહુ મોટા અવાજે વાત કરે છે, યુવકે પોતે ગ્રાહક સાથે વાત કરું છું અને તમારે શું કહેતા બને ઉશ્કેરાયા હતા અને યુવક પર તૂટી પડ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે સ્પીડવેલ પાર્ટીપ્લોેટ પાસે ભારતનગર આવાસ ક્વાર્ટરના એ-વિંગ બ્લોક નં-એ 507માં રહેતા મહેશ ખીમજીભાઈ જાદવે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેશ કોરાટ પટેલ અને અંકુર કોરાટ પટેલનું નામ આપી જણાવ્યું હતું કે, વાવડી ગામમાં કનૈયા સેન્ટીંગ નામનો ડેલો ભાડે રાખી સેન્ટીંગનું કામ કરું છું, ગઈકાલે મારા સેન્ટિંગના ડેલા પાસે ઉભી ગ્રાહક સાથે ફોનમાં વાત કરતો હતો
ત્યારે આ જ શેરીમાં રહેતા મહેશભાઈ કોરાટ અને તેનો પુત્ર અંકુર બંને આવી કહેવા લાગ્યા હતા કે, તું બહુ મોટા અવાજે ફોનમાં વાત કરે છે આથી મેં તેને જણાવેલ કેમ હું મારા ગ્રાહક સાથે વાત કરું છું એમાં તમારે શું છે ?
આમ કહેતા બને ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરી મહેશભાઈ પાસે ધોકો હતો અને તેના પુત્ર પાસે કાચની બોટલ હતી એના વડે હુમલો કરતા દેકારો થવા લાગતા ડેલામાં કામ કરતા મજૂરો સહિતના આવી મને છોડાવ્યો હતો જતા જતા બનેએ તારો સેન્ટીંગનો ધંધો બંધ કરી દેજે નહિતર મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. મને માથા અને શરીરના ભાગે ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જ્યાં માથામાં બે ટાકા આવ્યા હતા. તાલુકા પોલીસે યુવકની ફરિયાદના આધારે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.