લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા - At This Time

લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા


લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા

લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
હાલ માં આયુષ્માન ભારત યોજના હેઠળ લોકો ની આરોગ્ય સુખાકારી માં વધારો થઈ રહ્યો છે ત્યારે લાઠી આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા પ્રેરણા રૂપ છે. લાઠી તાલુકા ના મેમદા ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા નયનભાઈ વઢેલ ને ત્યાં બાળક ને જન્મ બાદ કંજેનીટલ ઇંગવાઈનલ હર્નીયા એટલે જન્મ જાત આંતરડા નો ભાગ વધી ને બહાર ઉતરવા ની ખામી જણાઈ આવી હતી. જેની પ્રાઈવેટ હોસ્પિટલ માં સારવાર અને ઓપરેશન માટે અંદાજીત એક લાખ નો ખર્ચ થાય તેમ હતો. આ બાબતે લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ ડો. હરિવદન પરમાર અને જયસુખ ધાંધલ્યા ને જાણ થતાં તેઓએ નવજાત ની આરોગ્ય તપાસ કરી, સારવાર અંગે તેના વાલી ને માર્ગદર્શન આપી તે જ દિવસે અમદાવાદ ખાતે સારવાર માટે મોકલ્યા હતા. માત્ર બે જ દિવસમાં અમદાવાદ ની ખ્યાતનામ જયદીપ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જનો ની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિ થી તેનું ઓપરેશન કરી તેને આ ખામી થી ભયમુક્ત જાહેર કર્યો હતો. હાલ માં તેની સ્થિતિ સંપૂર્ણ નોર્મલ છે. સારવાર અંગે નયન ભાઈ એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ નવજાત શિશુ ની જન્મ જાત ખામી ની સારવાર અને ઓપરેશન ના મોટા ખર્ચ વિશે ખૂબ ચિંતિત હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ આયુષ્માન યોજના હેઠળ તેમના દિકરા ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓએ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી, ડો. અલ્પેશ સાલ્વી, ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. રોહિત ગોહિલ, જયસુખ ધાંધલ્યા, એમ કે બગડા, બી કે શનિશ્વરા અને આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.