સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20 કરોડના ખર્ચે નિર્મિત NFDD હોલને અલીગઢી તાળાં લાગ્યાં; દોઢ કરોડનું NMR મશીન બંધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.20 કરોડનાં ખર્ચે NFDD હોલનું વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનાં તત્કાલિન પ્રોફેસર ડો. અનામિક શાહના પ્રયાસોથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1.50 કરોડનું NMR સહિતના મશીનો હતા. તેથી વિદ્યાર્થીઓ અને સંશોધકો સંશોધન કરતા હતા અને લેબ ટેસ્ટ પણ થતાં હતા. જોકે, યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને કારણે હાલ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતા NFDD હોલને અલીગઢી તાળાં લાગી ગયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.