શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૩૨ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૩૨ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૩૨ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર સ્વ . નાનાલાલ ભાઈ વાનાણી ની સ્મૃતિ માં ૪૭૯ મો પ્રભુકૃપા નેત્ર યજ્ઞ જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણી તથા વાઘ બકરી ટી ફાઉન્ડેશન ના સી.એસ. આર હેડ શ્રી અજયભાઈ સિસિલિયાની ઉપસ્થિતિ માં તારીખ ૨૬ જાન્યુઆરી નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી ગુજરાત સરકાર તથા શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૩૨ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી.હિરવાબહેન પટેલની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં શ્રી નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૧ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૮ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.
દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી... આ પ્રસંગે ભાવનગરના ગરીબ બાળકોની આરોગ્યની કાળજી લેતા વાઘ બકરી ટી ફાઉન્ડેશન ના અધિકારી શ્રી અજય ભાઈ નું વિશેષ અભિવાદન શ્રી જયંતભાઈ દ્વારા થયું હતું....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.