લાકડિયા કુમાર અને પી એમ શ્રી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૫ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

લાકડિયા કુમાર અને પી એમ શ્રી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૫ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી


લાકડિયા કુમાર અને પી એમ શ્રી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૫ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ધ્વંજવંદનના કાર્યક્રમ બાદ શાળા ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં સરપંચ સાહેબ સુલેમાન ભાઈ ઘઘડા અને ગ્રામ પંચાયત સભ્યો તથા માજી ઉપસરપંચ લાભશંકર ગામોટ, જાડેજા સુપર માર્કેટ ઓનર પ્રવીણસિંહ જાડેજા, માજી ઉપ સરપંચ બળુભા સોલંકી, હિતેશભાઈ સોની, અનવરભાઈ, કિસ્મત પાન સેન્ટર, બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
એસ એમ સી અધ્યક્ષ ગફુરભાઈ રાઉમા સાથે તમામ સભ્યોનો સાથ મળ્યો હતો.
શાળામાં ઉત્સાહભેર રજૂ થયેલ કાર્યક્રમોમાં તૈયારી કરનાર વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શિક્ષક મિત્રોની મહેનત ને બિરદાવી હતી.
દાતાઓ દ્વારા ઉમળકા સાથે દાનની સરવાણી વહાવી હતી.
લાકડિયા ગ્રૂપ શાળા પરિવાર આનંદ સાથે આભાર વ્યક્ત કરે છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.