ચુનારાવાડમાં તોફાની તત્વોએ ઘર પર છુટા પથ્થરના ઘા કર્યા, એક્ટિવા અને બુલેટમાં તોડફોડ કરી
ચુનારાવાડ તોફાની તત્વોએ ઘર પર છુટા પથ્થરના ઘા કર્યા અને એક્ટિવા તેમજ બુલેટમાં તોડફોડ કરી હતી. આ અંગે થોરાળા પોલીસ મથકે કૈલાશ ઉર્ફે કૈલો મોરી અને તેની સાથેના અજાણ્યા માણસો સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદી રતનભાઈ જીલુભાઈ પરીયા (ઉ.વ.30, રહે. ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.1)એ જણાવ્યું કે, હું તથા મારા પત્ની પાયલબેન (ઉ.વ. 25), મારા બાળકો, મારા સગા કાકી હંસાબેન (ઉ.વ. 55) તથા તેના બે દીકરા જેમાં મોટો દીકરો રાહુલભાઈ (ઉ.વ.33) તથા તેના પત્ની હર્ષાબેન તથા તેના બાળકો બાદ બીજો દીકરો વિશાલ (ઉ.વ. 26) તથા તેના પત્ની સંજનાબેન (ઉ.વ.24) અને તેના બાળકો એમ બધા સંયુક્ત કુટુંબ પરીવારમાં સાથે રહીએ છીએ.
હું ધુડધોવાની મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવુ છું. તા.24/1/2024 ના રોજ રાત્રીના 11 વાગ્યે અમે બધા અમારા ઘરમાં સુઇ ગયેલ હતા તે દરમિયાન આજરોજ તા.25/01/2024 ના રોજ શરૂ રાત્રી બાદ આશરે પોણા એકાદ વાગ્યે અમારા મકાનના ડેલીના દરવાજામાં પથ્થરના છુટા ઘા કરવાના અવાજ આવતા મારા કાકી હંસાબેન જાગી ગયેલ અને અમારા પરીવારના તમામ સભ્યોને જગાડેલા અને અમે અમારા ઘરે અંદરથી જોતા બહાર રોડ ઉપર કૈલાષ ઉર્ફે કૈલો રમેશભાઈ મોરી તથા તેની સાથેના અજાણ્યા બે ત્રણ લોકો જેમફાવે તેમ અપશબ્દો બોલીને છુટા પથ્થરના ઘા કરતા હતા. અમારા મકાનની આગળની ડેલીમાં પથ્થરના ધા લાગેલા તેમજ શેરીમાં પાર્ક કરેલ અમારા મોટર સાઇકલોમાં પણ પથ્થરના છુટા ધા મારી નુક્શાન કર્યું હતું. બધા ઘરનો દરવાજો ખોલી બહાર આવતાની સાથે તેઓ બધા ભાગી ગયેલ હતા. મારુ બહાર પડેલ એક્ટીવા અને બુલેટમાં નુકસાન થયું હતું
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.