આજી જીઆઇડીસીમાંચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી: કારખાનામાંથી રૂા.10 લાખની ચોરી - At This Time

આજી જીઆઇડીસીમાંચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી: કારખાનામાંથી રૂા.10 લાખની ચોરી


બે દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાંચે ચડ્ડી બનીયન ટોળકીના દસ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારે ચડ્ડી બનીયનધારી ગેંગના અન્ય શખ્સોએ શહેરમાં ઝળકી હતી અને આજી જીઆઇડીસીમાં આવેલ કામાણી ટ્રેડીંગ નામના કારખાનામાંથી અંદાજીત રૂા.10 લાખની ચોરી કરી નાસી છૂટતા શહેરભરની પોલીસ દોડતી થઇ હતી.
ચોરીના બનાવની મળતી વિગત મુજબ આજી જીઆઇડીસીમાં આવેલ કામાણી ટ્રેડીંગ નામના કારખાનામાં ચોરી થયાનો મામલો સામે આવતા થોરાળા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ ઝણકોટ ટીમ સાથે ઘટના સ્થલે દોડી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે દોડી જઇ બારીકાઇથી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.
વધુમાં પીઆઇ ભાર્ગવ ઝણકોટે જણાવ્યું હતું કે, કારખાનુ માસ્તર સોસાયટીમાં રહેતા અમીત કામાણી નામના વેપારીનું છે. ત્યાં કુલ નાના-નાના પાંચ કારખાના આવેલા છે. કારખાનાના સીસીટીવી ફુટેજ ચેક કરતાં ચડ્ડી બનીયન ગેંગના ચાર શખ્સો પ્રથમ બે કારખાનામાં ત્રાટક્યા હતા. જ્યાંથી કોઇ મુદામાલ હાથ ન લાગતાં કામાણી ટ્રેડર્સમાં ત્રાટક્યો હતો. કારખાનાના માલીકને સાથે રાખી તપાસ કરતાં તેમાંથી અંદાજીત રુા. 10 લાખથી વધુની રોકડની ચોરી થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગે હાલ પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં અમીન કામાણી નામના કારખાનામાં કાસ્ટીંગનું ટ્રેડીંગનું કામ થતું હોવાનું સામે આવ્યું છે. થોરાળા પોલીસ ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-1ની અલગ અલગ ટીમો બનાવી ચડ્ડી બનીયનધારી ગેંગને દબોચવા ચક્રોગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.