મોડાસાની શાળામા ધર્માંતરણ કરતી પ્રવૃત્તિ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. - At This Time

મોડાસાની શાળામા ધર્માંતરણ કરતી પ્રવૃત્તિ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું.


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ સંગાથ સંસ્થા ની ખ્રિસ્તી શાળા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું.
હિન્દુ વિસ્તારમાં હિન્દુ બાળકો શાળામાં અભ્યાસ માટે આવતા હોઈ તેઓનું ધર્મ પરિવર્તન કરતી પ્રવ્રુત્તિ કરતા વાલીઓએ આક્ષેપો કર્યા.
મોડાસા બાયપાસ રોડ પર આવેલ કેથોલિક ચર્ચ ની સંગાથ સંસ્થા ની ચાલતી સ્કૂલ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું.
હિન્દુ ધર્મના બાળકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આકર્ષી ધર્મ સ્વતંત્રતા અધિનિયમ નો ભંગ કરતી શાળા સામે આકરા પગલા ભરવા ઉગ્ર માંગ. હિન્દુ ધર્મના બાળકોના કુમળા માનસ પર ધર્માંતરણ ની નકારાત્મક કરી રહેલ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવા માટે વાલીઓની ઉગ્ર માંગ.
લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ધર્માંતરણની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવશે નહીં તો ભવિષ્યમાં કોઈપણ સામાજિક અવ્યવસ્થા સર્જાશે તો તે તમામ જવાબદારી આ ખ્રિસ્તી કેથોલિક ચર્ચની રહેશે.
વાલીઓ દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી તથા અરવલ્લી જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.