મહીસાગર જિલ્લાના ગામોમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવ્યા - At This Time

મહીસાગર જિલ્લાના ગામોમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવ્યા


આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, મહીસાગર જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકોમા જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

આ ઇ.વી.એમ. નિદર્શન વાન મહીસાગર જિલ્લાના દરેક બુથ પર જઇને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે.મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ, તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશિનમા ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો, તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઇ.વી.એમ./વીવીપેટ નિદેર્શન વાન માહિતી પુરી પાડશે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.