બરવાળા નગર રામ ભક્તિ ના રંગ માં રંગાયું
જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું સવાર થી જ બરવાળા શહેર સજ્જડ બંધ રહ્યું બરવાળા શહેર માં રામજી મંદિર લક્ષ્મણ જી મંદિર રોકડિયા હનુમાનજી મંદિર રામદેવપીર મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અનેક વિધ કાર્યક્રમો યોજાયા વહેલી સવારે 4:00 કલાકે મોઢ શેરી ના રહીશો દ્વારા ભજન કીર્તન સાથે પ્રભાત ફેરી કાઢી નગર માં ફરી સૌ ને જગાડ્યા સવારે 9:00 કલાકે રામદેવપીર મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી શહેર ના મુખ્ય માર્ગો પર ફરી રોકડિયા હનુમાન મંદિર પહોંચી બરવાળા નગર ના મધ્ય માં આવેલ રામજી મંદિર ખાતે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ તેમજ રામાયણ ના પાત્રો ની વેશભૂષા માં બાળકો એ જાણે જીવંત રામાયણ ના દ્શ્યો રજૂ કરી અયોધ્યા જેવો માહોલ ઉભો કરેલ ત્યાર બાદ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન માં સક્રિય ભૂમિકા ભજવનાર રામજી મંદિર ના મહંત કાર સેવક પ. પૂ સરજુદાસ બાપુ નું નગરજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ ત્યાર બાદ ઉપસ્થિતિ રામભક્ત ભાઈ બહેનો દ્વારા બજાઓ ઢોલ સ્વાગત કે મેરે ઘર રામ આયે હૈ.. ગીત ની ધૂન પર ભવ્ય રાસ રમવામાં આવેલ ત્યાર બાદ મહા આરતી કરવામાં આવેલ અને સમગ્ર પરિસર જય શ્રી રામ ના જય ઘોષ થી ગુંજી ઉઠ્યો અને ઉપસ્થિતિ તમામ ને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું આમ સમગ્ર બરવાળા નગર ભક્તિમય વાતાવરણ ની વચ્ચે ભગવાન રામ ના વધામણાં કર્યા
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.