ગઢડાના સુરકા ગામના યુવાને પીપળાના પાંદડા પર અયોધ્યાનુ શ્રી રામ મંદિર બનાવ્યું ૫ હજાર વર્ષ જુની પ્રથાને પુન: જીવીત કરવાનો પ્રયાસ - At This Time

ગઢડાના સુરકા ગામના યુવાને પીપળાના પાંદડા પર અયોધ્યાનુ શ્રી રામ મંદિર બનાવ્યું ૫ હજાર વર્ષ જુની પ્રથાને પુન: જીવીત કરવાનો પ્રયાસ


ગઢડાના સુરકા ગામના યુવાને પીપળાના પાંદડા પર અયોધ્યાનુ શ્રી રામ મંદિર બનાવ્યું ૫ હજાર વર્ષ જુની પ્રથાને પુન: જીવીત કરવાનો પ્રયાસ

22 મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો પોત પોતાના શહેરોમાં અને ગામોમાં ધૂન મહા આરતી પુજન રંગોળી પુરીને આ ધડીને વધાવવા થનગની રહ્યા છે ત્યારે ગઢડા તાલુકાના સુરકા ગામના યુવાને પીપળાના પાંદડા ઉપર આબેહુબ અયોધ્યા રામ મંદિરનું પેઇન્ટિંગ કરી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ખુશી વ્યક્ત કરી હતી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સુરકા ગામે રહેતા પ્રજાપતિ યુવાન જીગ્નેશભાઈ રાજુભાઇ કાસોદરીયા જે છેલ્લા ૧૦ વર્ષ થી એકેલિક અને ઓઇલ કલરથી પીપળાના સૂકા પાંદડા પર પેઇન્ટિંગ કરી સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે તેઓએ શ્રી હનુમાનજી શ્રી ગણપતિ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી શ્રી રાધા કૃષ્ણ જેવા અનેક ભગવાનનું પીપળાના પાંદડા પર પેઇન્ટિંગ કયું છે તેઓનો ઉદેશ મહર્ષિ વશિષ્ઠ દ્વારા લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા અશ્રતથ વુક્ષ અથવા પીપલ વુક્ષ તરીકે ઓળખાતા વૃક્ષના પાંદડાઓ પર લેખન અને ચિત્રકળા ને દક્ષિણસાગરના કિનારે વસતા દ્રવિડ વાસીઓએ સ્વીકારેલા પાંદડા પર પેઇન્ટિંગની પાંચ હજાર વર્ષ જુની પથાને પુન: જીવિત કરવાનો અને તેને વધુ જાણીતો બનાવવાનો છે પાનને સૂકવીને છીણયા પછી જ તેના કલર કરી પેઇન્ટિંગ કરવામાં આવે છે પરંતુ આધુનિક સમયમાં આ કળા વિસરાઇ રહી હોવાથી આ યુવાન દ્વારા વિસરાતી પથાને જીવંત રાખવાનો નમ પ્રયાસ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.