શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા રાજકોટની ‘શ્રીજી ગૌશાળા’ને શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ અપર્ણ કરાશે.
શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા રાજકોટની ‘શ્રીજી ગૌશાળા’ને શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ અપર્ણ કરાશે.
રાજકોટ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા રાજકોટની ‘શ્રીજી ગૌશાળા’ને શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ આપવામાં આવશે. સતીષભાઈ વિઠલાણીનાં નેતૃત્વ હેઠળ ‘શ્રી લોહાણા મહાપરિષદ’ દ્વારા ‘એલ.આઈ.બી.એફ ઍકસ્પો ૨૦૨૪’ની પ્રથમ આવૃત્તિમાં ૩૪ વિવિધ ક્ષેત્રો જેમ કે, બૅન્કિંગ અને આર્થિક સેવાઓ, રિયલ એસ્ટેટ, સ્ટાર્ટ-અપ્લ અને ફૂડ તથા કૃષિ તથા અન્યોના સહભાગથી ૩૦થી વધુ દેશોના બિઝનેસ એક છત હેઠળ પ્રદર્શિત થશે. આ ઉપરાંત, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ અને વ્યાપક પૅનલ ચર્ચા યોજાશે તથા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો આ ઉદ્યોગને આકાર આપતા નવા પ્રવાહો તથા નાવીન્ય અંગે ચર્ચા કરશે. ઍક્સ્પોમાં સીઈઓ નાઈટ અને ઑનર ધ આઈકોન્સનો પણ સમાવેશ છે.મહાપરિષદ દ્વારા અપાતા આંતરરાષ્ટ્રીય એવૉર્ડ્સમાં યુવા પ્રતિભા, વરિષ્ઠ નાગરિક, પ્રતિભા, સંશોધન, બાળ પ્રતિભા, સાહસ, વ્યવસાય, ક્લા, ગૌસેવા, નારીગૌરવ, વિશિષ્ટ પ્રતિભા, શ્રેષ્ઠ લોહાણા મહાજન, માનવ સેવા પ્રવૃત્તિ, પત્રકારત્વ, રઘુવંશી મહર્ષિ અને રઘુવંશી શ્રેષ્ઠ ઝોન જેવા એવૉર્ડ્ઝ અપાય છે. શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ રાજકોટની શ્રીજી ગૌશાળાને આપવામાં આવશે.રાજકોટ, ગુજરાતનાં પશ્ચિમ ભાગોળે આવેલી શ્રીજી ગૌશાળા જે ૧૦ એકરમાં ફેલાયેલી ૧૯૦૦ ગાય માતા સાથેની ગૌશાળા છે. શહેરથી તદન નજીક – રાજકોટ–જામનગર હાઈ–વે, નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલી 'શ્રીજી ગૌશાળા' એના વિશાળ અને મોકળા ફલક સાથે ઝાડપાન - ફૂલ - બાગબગીચાની હરિયાળી સાથે ગૌમાતાનાં દિવ્ય સાનિધ્ય સહિતની છટા માટે સૌનું માનીતું સ્થળ બની રહે છે. વળી અહીંની સ્વચ્છતા – સુંદરતા અને સુવિધા સૌ કોઈને આકર્ષિત કરે એટલી સમૃધ્ધ છે. રાજકોટમાં છેલ્લા ૨૫ 'વર્ષથી શ્રીજી ગૌશાળા' ચલાવવામાં આવે છે. શ્રીજી ગૌશાળામાં ગૌ આધારીત ખેતી માટે અવારનવાર ખેડૂતોનું સંમેલન બોલાવી સમજાવવામાં આવે છે અને તે માટે ગૌશાળાની બાજુમાં નિર્દેશન અંગે ખેતી પણ કરવામાં આવે છે. ગૌશાળાનાં સ્વાવલંબન માટે ગોબર, ગૌમૂત્ર અને પંચગવ્ય દ્વારા ૬૩ થી વધુ ગૌ પ્રોડકટસ બનાવવામાં આવે છે. ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રમાંથી દવા બનાવીને કેન્સર, કિડની, માઇગ્રેન જેવી ગંભીર બીમારીઓ સાથે ૧૪૮ પ્રકારના અન્ય રોગો પર પણ લોકોને ફ્રી દવા આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ દર્દીઓને લાભ લીધો છે. સ્કૂલના બાળકોને ગૌશાળાએ બોલાવીને તેમને ગાયો વિશે અવારનવાર પ્રશિક્ષણ આપવામાં આવે છે. શ્રીજી ગૌશાળાનાં પ્રભુદાસભાઈ તન્ના, જયંતીભાઈ નગદીયા, ભુપેન્દ્રભાઈ છાંટબાર, રમેશભાઈ ઠક્કર સહિતનાં અગ્રણીઓ આ એવોર્ડ ગાંધીનગર ખાતે સ્વીકારશે. આ તકે શ્રીજી ગૌશાળાનાં રમેશભાઈ ઠક્કરે જણાવે છે કે, ‘એવોર્ડનાં સાચા હકદાર શ્રીજી ગૌશાળાનાં લાખો દાતા પરિવારો, ગૌ ભક્તો છે જેમને કારણે જ ગૌમાતાઓનાં આશિર્વાદ સતત પ્રાપ્ત થતાં રહ્યા છે. શ્રીજી ગૌશાળા લોહાણા મહાપરિષદનાં આભારી છે જેના કારણે શ્રીજી ગૌશાળાનાં કાર્યો વિશ્વ ફલક સુધી પહોચાડવા મદદરૂપ થયા છે. આ ગૌમાતાઓનું સાચું સન્માન છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.