રાજકોટ મધ્યસ્થ જેલના બે કેદી જેલમુક્ત, એકે 20 વર્ષ 9 માસ’ને 1 દિવસ તો બીજાએ 15 વર્ષ 17 દિવસ સજા ભોગવી - At This Time

રાજકોટ મધ્યસ્થ જેલના બે કેદી જેલમુક્ત, એકે 20 વર્ષ 9 માસ’ને 1 દિવસ તો બીજાએ 15 વર્ષ 17 દિવસ સજા ભોગવી


રાજકોટ મધ્યસ્થ જેલમાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા બે કેદીઓને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. CRPC કલમ 432 મુજબ રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા ભીખાભાઈ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિ અને ઓધવજીભાઈ હરજીભાઈ અધેરાને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભીખાભાઈ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિ અંદર 20 વર્ષ 9 માસ અને 1 દિવસની સજા ભોગવેલ છે. જ્યારે ઓધવજીભાઈ હરજીભાઈ અધેરાએ 15 વર્ષ 17 દિવસની સજા ભોગવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.