મોડાસા પંથક નું ગૌરવ, મખદૂમ હાઈસ્કુલના ત્રણ વિદ્યાર્થીઓ એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યા. - At This Time

મોડાસા પંથક નું ગૌરવ, મખદૂમ હાઈસ્કુલના ત્રણ વિદ્યાર્થીઓ એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યા.


અરવલ્લી જિલ્લાના મોડાસામા આવેલા મખદુમ હાઈસ્કુલે ડોઝબોલની રમતમાં નામ રોશન કર્યું. મોડાસા ખાતે આવેલ મખદૂમ હાઇસ્કૂલ ના ત્રણ વિધાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા. ડોઝ બોલ ની રમત માં ત્રણ વિદ્યાર્થીઓ મિર્ઝા મોહંમદ કૈફ, બોરડીયા મોહંમદ ખાલીદ અને મોહંમદ હસનૈન જમાદાર એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યા. ત્રણેય વિદ્યાર્થીઓ એ મોડાસા, અરવલ્લી જિલ્લાને ગૌરવ અપાવ્યું.
દેશ માટે પસંદગી પામ્યા બાદ હવે સાઉદી અરેબિયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ સ્પર્ધામાં ભારતીય ટીમ તરફથી રમશે.
આ પ્રસંગે સમગ્ર મખદૂમ હાઇસ્કૂલ પરિવાર,આચાર્ય શ્રી, કોચ આબીદભાઇ ભૂરા સાહેબ, સલીમભાઇ પઠાણ સાહેબ તેમજ સમગ્ર મોડાસાવાસીઓ ગૌરવ ની લાગણી વ્યકત કરી ભારત દેશ માટે રમી દેશને પણ ગૌરવ અપાવે તેવા આશીર્વાદ પાઠવ્યા.
ત્રણેય વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી નઈમભાઈ મેઘરજી ,શાળાના આચાર્યશ્રી આર.યુ.મનસુરીશ્રી તથા સમગ્ર શાળાના સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.