રાજ્યના મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા
રાજ્યના મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા
-----
સોમનાથ મંદિરે ધ્વજા પૂજા, અને ટ્રસ્ટના રામ મંદિરે શ્રી રામ નામ મંત્ર લેખન કર્યું
સોમનાથ તા.15/1/24,સોમવાર
ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શન પધાર્યા હતા. આજે જ્યારે મકર સંક્રાંતિનો પુણ્યકાળ હોય તેઓશ્રી એ સ્નેહીઓ સાથે સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા કરી હતી. આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ "સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ"માં પણ મંત્રી શ્રી કુવરજીભાઇ બાવળીયા જોડાયા હતા અને 3.50 કરોડ થી વધુ રામનામ લખાયેલ આ મહા લેખન યજ્ઞમાં રામનામ લખી સહભાગી બન્યાં હતા. આ તકે તેમની સાથે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.