રાજ્યના સૌથી મોટા ‘પક્ષી બચાઓ અભિયાન’ અંતર્ગત 367 થી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન - At This Time

રાજ્યના સૌથી મોટા ‘પક્ષી બચાઓ અભિયાન’ અંતર્ગત 367 થી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન


રાજ્યના સૌથી મોટા ‘પક્ષી બચાઓ અભિયાન’ અંતર્ગત 367 થી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન

રાજકોટ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાન–૨૦૨૪ અંતર્ગત રાજયના સૌથી મોટા "પક્ષી બચાવો કંટ્રોલ રૂમ" ને ગઈકાલે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ખુલ્લો મૂકયા બાદ આજે ઉતરાણ ના દિવસે સવારથી સાંજ સુધી 367 થી વધારે પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપી શકાયું હતું.જેમાં કુંજ -1 , કલકલિયો -1, અને હોલો -1 તેમજ 364 કબૂતરોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજકોટનાં ત્રિકોણબાગ ચોક, ખાતે રાજયનો સૌથી મોટો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે , આ કંટ્રોલરૂમનું ગઈકાલે તા.૧૩ મી કેન્દ્રીય પશુપાલન ,ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું,
કંટ્રોલ રૂમને ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ શ્રી રૂપાલાએ દરેક વિભાગની મુલાકાત લઈ તમામ સુવિધાઑ વિષે મિતલભાઈ ખેતાણી અને પ્રતિક સંઘાણી પાસેથી માહિતી મેળવી માર્ગદર્શન પણ આપ્યું હતું અને તબીબોની ટીમને અનન્ય સેવા બદલ બિરદાવી હતી .
રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં આ 'કરુણા અભિયાન' શરૂ કરાયું છે. મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે 'કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કંટ્રોલ રૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં માર્ગદર્શનમાં રાજકોટનાં ત્રિકોણબાગ ચોક, ખાતે રાજયનો સૌથી મોટો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કંટ્રોલરૂમ આવતીકાલે સાંજ સુધી કાર્યરત રહેશે .
રાજ્યના પશુપાલન વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશકિતકરણ તથા મહિલા અને બાળ કલ્યાણનાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ગૌ પ્રેમી અને ગૌ સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા,જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ શેઠ ,વિજયભાઇ ડોબરિયા,ઉપેનભાઈ મોદી,જગદીશભાઇ ભીમાણી ,વિરાભાઈ હુંબલ ,અનિલભાઈ ચોવટીયા ,ચેતનભાઈ મોદી, રશ્મિકાંતભાઈ મોદી ,નરોત્તમભાઇ પોપટ પરિવાર, હરિશભાઈ [લંડન ] તથા પરિવાર ,અરવિંદભાઇ તન્ના , ભાવિકભાઈ શાહ , વિનિતભાઈ વસા , મેહુલભાઈ દામાણી , સેજલભાઈ કોઠારી , મનોજભાઇ ડેલીવાળા , રાકેશભાઈ ડેલીવાળા , એડવોકેટ જિગ્નેશભાઈ શાહ , નિલેશભાઈ દેસાઇ , અમિશભાઈ દેસાઇ અને ડો . દિનેશભાઇ ચોવટીયા સહિત અનેક જૈન શ્રેષ્ઠીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભવોએ ડોકટરોની ટીમને ખૂબ જ પ્રોત્સાહન આપી પક્ષી સારવારનું જાત નિરીક્ષણ કરી જીવદયાના આ કાર્યને બિરદાવ્યું હતું.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
'કરૂણા અભિયાન'માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક સાહેબ, ડો. ભટ્ટ સાહેબ, ડો. પરીખ સાહેબ, ડો. ગર્ગ સાહેબના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા જુનાગઢના ડો.હાર્દિક એ. રોકડ, ડો.ક્રિના ડી.પટેલ, ડો.ધ્રુવ સરડવા, ડો. હર્ષદ દવે, ડો.ભાર્ગવી કનેરીયા, ડો.રાયશુદીન બાદી, ડો.જાગૃતિ પરમાર, ડો. રૂચિર પ્રણામી, ડૉ.યશ દેવમુરારી, ડો.ધ્રુવ વાઢેર તથા આનંદના ડો. અભિષેક કલાધરન (ઇન્ટર્ન), ડો. મિતેશ ચૌધરી (ઇન્ટર્ન), ડો. હેમંત પવાર (ઇન્ટર્ન), ડૉ. આનંદસૂક્યા (ઇન્ટર્ન), ડો. રોનક રાણા (ઇન્ટર્ન), ડો. તક્ષ પટેલ (ઇન્ટર્ન), ડો. દિશાંત પરમાર (ઇન્ટર્ન), ડો. હિમાની પંચાલ ઇન્ટર્ન), ડો.હેલી પટેલ, ડૉ.આરતી રાઠવા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપી રહયાં છે.
ઉદઘાટન વેળાએ એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી,મનીષભાઈ ભટ્ટ , માધવભાઈ દવે . પારસભાઇ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર, રમેશભાઈ ઠક્કર,ધીરેન્દ્રભાઈ કાનાબાર,ઘનશ્યામભાઈ ઠક્કર,રજનીભાઈ પટેલ, સેતુરભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ , અજીતભાઈ ભીમજિયાણી વિગેરેએ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનું અભિવાદન કર્યું હતું .
'કરૂણા અભિયાન ૨૦૨૪' અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.