પાલીતાણાના હણોલ ગામે અમ્રુત સરોવરનું લોકાર્પણ કરતાં ઉધ્ધોગપતિ મધુકર પારેખ - At This Time

પાલીતાણાના હણોલ ગામે અમ્રુત સરોવરનું લોકાર્પણ કરતાં ઉધ્ધોગપતિ મધુકર પારેખ


તીર્થ ગામ હણોલ માટે પ્રેરણા વડાપ્રધાનની અને જહેમત ગ્રામજનોની - કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

અમૃત સરોવર લોકાર્પણ કરતાં ઉદ્યોગપતિ શ્રેષ્ઠીશ્રી મધુકર પારેખ
ઉત્તરાયણ પર્વે વિકાસ અને એકતાની પતંગ ચગાવતા હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, તીર્થ ગામ હણોલ માટે પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અને જહેમત ગ્રામજનોની રહેલી છે, હું નિમિત્ત છું તેનો આનંદ છે. અહીંયા અમૃત સરોવર લોકાર્પણ ઉદ્યોગપતિ શ્રેષ્ઠીશ્રી મધુકર પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસેના હણોલ ગામમાં ત્રિદિવસીય વિકાસ મહોત્સવનાં બીજા દિવસે અમૃત સરોવર લોકાર્પણ થયું આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અહી તેમના પ્રત્યે મહાનુભાવો દ્વારા થયેલ પ્રશંસા બદલ ભાવ જણાવી કહ્યું કે, હણોલ ગામ જે વિકાસ કરી રહેલ છે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસ સાથેના આદર્શ ગામની પ્રેરણા મૂળમાં રહેલી છે.

સમગ્ર અભિયાનના પ્રેરક મનસુખભાઈ માંડવિયાએ તીર્થ ગામ હણોલ માટે હું નિમિત્ત છુ, તેનો આનંદ છે પણ જહેમત એક એક ગ્રામજનોની રહી છે, તેમ ભારપૂર્વક જણાવ્યું અને હજુ ઘણાં માળખાકીય અને સામાજિક ઉપક્રમોનો પ્રારંભ કરવાનો છે તેમ ઉમેર્યું. અહીંનું અમૃત સરોવરમાં દેશની તેત્રીસ પવિત્ર નદીઓના નીરથી પૂજન વિધિ ચાલી રહેલ છે જે અસ્થિ વિસર્જન તીર્થ બની રહ્યું છે.

કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સંપત્તિ કરતા સંસ્કારની સુવાસ કાયમ રહેતી હોય છે, જે કામ અહીંયા જોવા મળી રહ્યું છે. આ ગામની પ્રેરણા લઈ અન્ય ગામો પણ સામાજિક સમરસતા સાથે વિકાસ સાધશે તેમ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અહીંયા અમૃત સરોવરનું લોકાર્પણ ઉદ્યોગપતિ શ્રેષ્ઠીશ્રી મધુકર પારેખના હસ્તે થયું. આ પ્રસંગે તેઓએ ગામડાઓમાં રત્ન હણોલ બન્યું છે, તેવી રીતે જાહેર જીવનમાં રત્ન મનસુખભાઈ માંડવિયા હોવાનું જણાવી બીજા ગામો પણ આવા બનાવીએ તેમ ઉપસ્થિતોને જણાવ્યું.

તીર્થ ગામ હણોલની એકતા અને વિકાસ યાત્રા સાથે મનસુખભાઈ માંડવિયાની દૃષ્ટિ વિશે અહી ઉપસ્થિત રહેલ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મનીષભાઈ જિવાણી, ભરતભાઈ શેઠ,ગીરીશભાઈ શાહ,અનુપભાઈ મહેતા,અરુણભાઈ દવે, અંજુમભાઈ બિલખિયા, રસેલભાઈ મહેતા,રમેશભાઈ ભલાણી, વિઠ્ઠલભાઈ ડાભી દ્વારા શુભકામના સાથે પ્રશંસા થઈ.

આ કાર્યક્રમમાં સંજયભાઈ માંડવિયા દ્વારા ગામની વિકાસ યાત્રા અને અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું હતું.

ઉમંગભર્યા ઉત્તરાયણ પર્વે વિકાસ અને એકતાની પતંગ ચગાવતા હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કાર્યક્રમના પ્રારંભે ધનજીભાઈ લાઠિયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ જ્યારે આભારવિધિ શ્રી જીજ્ઞેશભાઈ લાઠિયાએ કરી હતી.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.