ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં રાષ્ટ્રીય યુવા દિવસ-સ્વામી વિવેકાનંદ જીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં રાષ્ટ્રીય યુવા દિવસ-સ્વામી વિવેકાનંદ જીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય, એકલવ્ય, સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે. અનાથ, અપંગ અને અતિગરીબ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા માર્ગદર્શનથી તાલીમ વર્ગ ખાતે રાષ્ટ્રીયયુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૨ જાન્યુઆરીએ યુવા દિવસ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ નિમિતે, તેમના અમૂલ્ય વિચારોને યાદ કરવા અને તેમના પાસેથી પ્રેરણા લેવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે લોકોમાં પ્રખ્યાત છે."ઉઠો જાગો અને જ્યા સુધી દયેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો"તેની વિસ્તૃત સમજ તાલીમ વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.મોરા તાલીમ વર્ગમાં અશ્વિનભાઈ સંગાડા અને સુખસર તાલીમ વર્ગમાં રાજુભાઈ મકવાણાએ રાષ્ટ્રીય યુવા દિવસ વિશે માહિતી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.