બોટાદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી: બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સફાઈ ઝુંબેશ
'સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ કહેવતને સાર્થક કરવા માટે જવાબદારીપૂર્વક કચરાનું વ્યવસ્થાપન કરીને અને સ્વચ્છતાને જીવનના માર્ગ તરીકે અપનાવીને આપણું આંગણું, ગામ અને શહેરને સ્વચ્છ રાખીએ
નાગરિકો તરીકે આપણી પણ ફરજ: આપણે આપણાં નાના-નાના પ્રયત્નો થકી સ્વચ્છતા જાળવવામાં સક્રિય યોગદાન આપીએ સમગ્ર બોટાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે વિવિધ પહેલો ગતિમાન છે ત્યારે બરવાળા તાલુકાના સાળંગપુર ગામે બરવાળા તાલુકા વિકાસ અધિકારીશ્રી અક્ષયસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ટીમ, તલાટી મંત્રી,સરપંચતથા ગ્રામજનો દ્વારા સ્વચ્છ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ કામગીરીમાં સાળંગપુર ગામમાં મહત્વના રસ્તાઓ અને જાહેર સ્થળો આસપાસ સફાઈ કરવામાં આવી હતી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશનનો સર્વગ્રાહી અભિગમ દરેક સ્તરે નાગરિકોને સામેલ કરે છે, જે તેમને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ બનાવવાના ઝુંબેશમાં સક્રિય સહભાગી બનાવે છે. આ અભિયાન રહેવાસીઓની એકંદર સુખાકારી અને આરોગ્ય પર પણ ભાર મૂકે છે.
આપણાં ભારતને “સ્વસ્થ ભારત,સમર્થ ભારત, શ્રેષ્ઠ ભારત” બનાવવું હોય તો સ્વચ્છતા રાખવી ફરજિયાત છે. સ્વચ્છતાથી જ સ્વસ્થતા આવે છે અને સ્વસ્થતા એ આપણી રાષ્ટ્રીય તાકાત છે. તંદુરસ્ત ભારતીય સમાજના નિર્માણ માટે સ્વચ્છતા અનિવાર્ય પૂર્વ શરત છે તંદુરસ્તી એ હિંદુસ્તાનનું હીર છે તેજોમય સમાજની નવ રચના માટે સ્વચ્છતાની જ્યોત દરેક ભારતીયના દિલમાં પ્રજ્વલિત થાય તે અતિ આવશ્યક છે વહીવટી તંત્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની સ્વચ્છતા જાળવવા વિવિધ અભિયાનો હાથ ધરી રહી છે, પરંતુ નાગરિકો તરીકે આપણી પણ ફરજ છે કે આપણે આપણાં નાના-નાના પ્રયત્નો થકી સ્વચ્છતા જાળવવામાં સક્રિય યોગદાન આપીએ. આપણાં સૌના જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવતને સાર્થક કરવા માટે જવાબદારીપૂર્વક કચરાનું વ્યવસ્થાપન કરીને અને સ્વચ્છતાને જીવનના માર્ગ તરીકે અપનાવીને આપણું આંગણું, ગામ અને શહેરને સ્વચ્છ રાખીએ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.