વડનગર માં ભવ્ય અક્ષત કળશ શોભાયાત્રા યાત્રા નીકળી ઠેર ઠેર કળશ ની પૂજા અર્ચના કરી હતી - At This Time

વડનગર માં ભવ્ય અક્ષત કળશ શોભાયાત્રા યાત્રા નીકળી ઠેર ઠેર કળશ ની પૂજા અર્ચના કરી હતી


વડનગર માં ભવ્ય અક્ષત કળશ શોભાયાત્રા યાત્રા નીકળી ઠેર ઠેર કળશ ની પૂજા અર્ચના કરી હતી

22 મી જાન્યુઆરી એ અયોધ્યા માં શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર અક્ષત કળશ યાત્રા નીકળી હતી તેમાં હાટકેશ્વર મંદિરે થી 4 કિમી રૂટ ની કળશ યાત્રા નીકળી હતી આ યાત્રા માં સ્વામી નારાયણ મંદિર ના મહંતશ્રી‌ સ્વામી નારાયણ વલ્લભદાસ, અવળી માતાજી ના આશ્રમ ના મહંતશ્રી ગૌરી માતા, ખોડીયાર મંદિર ના મહંતશ્રી ના સહિત સંતો ની હાજરી કળશ યાત્રા નું પ્રસ્થાન કર્યું હતું નદીઓળ દરવાજો - ગોરવાડો - અર્જુનબારી દરવાજો - બારોટી બજાર -કાપડ બજાર - મોચીઓલ -વેરાઈ માતાના મંદિર -અમરથોળ દરવાજો - બીડી કામદાર ના મકાન થી -પીઠોરી દરવાજો - ચત્રેશ્વરીમાતા ના મંદિર - કાલાવાસુદેવ ના ચાચરે -પાડા પોળનો માઢ - ડુંગારી માતા નું મંદિર - ઘાસકોલ દરવાજો - વૈદ્યવાળા નાચાચરે - અટાળો - મહિવાડો -ઘી કાંટા - માતોર - જુના ચાચરે - રામજી મંદિર સમાપન કરાયું હતું અને સાંજે 6/45 કલાકે રામજી મંદિરે પરત આવી જ્યાં કળશની પૂજા , આરતી થઈ હતી આ અક્ષત કળશ યાત્રા ને સફળ બનાવવા વડનગર મંડલ ના ગામના ધર્મ પ્રેમી ભક્તજનો જોડાયા હતા અને આ કમિટી ના સભ્યો સહિત જહેમત ઉઠાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.