*“પી એમ જનમન” અભિયાન માટે અમે કાથોડી લોકો વડાપ્રધાનશ્રીનો આભાર માનીયે છીએ—–લાભાર્થી માધવભાઈ કાથોડી*
*“પી એમ જનમન” અભિયાન માટે અમે કાથોડી લોકો વડાપ્રધાનશ્રીનો આભાર માનીયે છીએ-----લાભાર્થી માધવભાઈ કાથોડી*
*****
સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા‘પી એમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
વિજયનગર તાલુકાના બંધણા ગામના વતની હિંદુ કાથોડી માધવભાઈ રત્નાભાઇ પીએમ જનમન અભિયાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવે છે કે પીએમ જનમન અભિયાન કાથોડી સમાજ માટે લાભદાયી નીવડ્યુ છે. આ અભિયાન થકી યોજાયેલા કેમ્પમાં તેઓને અને તેમના સમાજના લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિય આયુષ્યમાન કાર્ડ ઘર આંગણે મળતા તેઓને સરકારશ્રીનો આભાર માન્યો છે.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.