11 જાન્યુઆરીએ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ પર દોડશે - At This Time

11 જાન્યુઆરીએ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ પર દોડશે


11 જાન્યુઆરીએ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ પર દોડશે

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતેએન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત-મહુવા(09111)અને બનારસ-વેરાવળ(12946)ટ્રેનોને 11.01.2024ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બોટાદને બદલે બદલાયેલ રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઈને દોડશે. બંને ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઉભી રહેશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
10.01.2024 ના રોજ સુરતથી મહુવા જતી ટ્રેન નંબર 09111 સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બાવળા-ધોળકા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી,આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીં,જેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામ,બાવળા,ધોળકા અને ધંધુકા સ્ટેશન પર ઉભી રહેશે નહીં.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.