ભાવનગર જિલ્લા કલેકટરને આહિર સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું - At This Time

ભાવનગર જિલ્લા કલેકટરને આહિર સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું


આજ રોજ આહીર સમાજ દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવતા જણાવ્યું હતું.
અમુક અસામાજિક તત્વો દ્વારા પોતે આહીર જ્ઞાતિના ન હોવા છતાં 'મજોકાઠા આહીર સમાજ રાજકોટ' નામથી લેટરપેડ બનાવી પોતે આહીર જ્ઞાતિના હોઈ તેવું જણાવી રહેલા આહીરા હજામ જ્ઞાતિના લોકો ખોટો પર્દાફાશ કરતા રહ્યા છે. આહીર સમાજના અગ્રણી સ્વર્ગીય પેથલજીભાઈ ચાવડાના નામનો દુરુપયોગ કરી પોતે આહીર સમાજમાં ભળવા માટે પ્રયત્ન કરતા રહેલ જેને લઈ આહીર(યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ લેટરપેડ દ્વારા સ્પ્ષટતા પણ કરેવામા આવેલ હોય. આહીર સમાજમાં ભળવા માટે ડોક્યુમેન્ટ્સમાં છેડછાડ કરી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે
આ કારણે આહીર સમાજ ગુજરાત જ નહિ પણ સમગ્ર ભારતના આહીર સમાજની લાગણી દુભાઈ છે અને આજરોજ આ આવેદનપત્ર આપીને અમે જણાવવા માગીએ છે કે આહીર સમાજ અને અમુક આહિરા હજામ, હજામ વાળંદ સમાજ સાથે અમારા આહીર સમાજને કોઈપણ પ્રકારના રોટી બેટીના વ્યવહાર નથી. આહીરા હજામ વાળંદ ખોટા બોગસ પ્રમાણપત્રો તેમજ ડોક્યુમેન્ટ્સ કરીને જે કોઈપણ આવી રીતે કાયદાને નેવે મૂકીને આહીર બની ગયેલા હોય તે માત્ર આહીર સમાજનું જ નહિ પણ કાયદાનું પણ અપમાન છે. જ્ઞાતિ કોઈપણ હોઈ તે ગુજરાત અને દેશનું ગર્વ છે અનેક લોકોને તેમના દ્વારા કૌભાંડ આચરીને ખોટા પુરાવાઓ ઊભા કરીને હિન્દુ વાળંદ અથવા હજામ વગેરે જ્ઞાતિમાંથી હિન્દુ આહીર કરાવી માત્ર આહીર સમાજ નહિ પણ કાયદાઓનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હોઈ તેવું સ્પષ્ટ દેખાય આવે છે.
આ બાબતે ગુજરાત આહીર સમાજની રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે આહિરા હજામ હિન્દુ, વાળંદ જાતિ પરાવતા લોકોના સંતાનોના છેલ્લા ૨૦ વર્ષમાં આપેલ જાતિના પ્રમાણપત્રો ફરીથી ચકાસણી કરવામાં આવે અને જે જે લોકોએ આ પ્રમાણે હિન્દુ આહીર કરાવેલ છે તેને ફરીથી જે તે મૂળ સ્થિતિએ મૂકવામાં આવે અને કાયદાકીય રીતે પણ ગંભીર પગલાં લેવામાં આવે. તેમજ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જયંતિભાઈ હરસુરભાઈ હોઈ એવું અમારા ધ્યાને આવેલ હોઈ માટે તેની પૂછપરછ કરી તેની પાસેથી આ બાબતે વિગતવાર માહિતી લઈ કોણે કોણે ખોટા પુરાવા ઊભા કરી આહીર તરીકેના જાતિ પ્રમાણપત્રો મેળવ્યા છે ખોટા પુરાવા ઊભા કરી ઘૂષણખોરી કરનાર સામે કાયદેસરની કાયદાકિય કાર્યવાહી ધરવામા આવે તેવું યદુવંશી આહીર સમાજના આગેવાનો દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું.

રિપોર્ટ. અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.