તા. 3.1.2024 ના રોજ ટાટમ કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 3 થી 8 ના બાળકોને મોકડ્રીલનુ નિરદર્શન કરાવવામાં આવ્યું - At This Time

તા. 3.1.2024 ના રોજ ટાટમ કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 3 થી 8 ના બાળકોને મોકડ્રીલનુ નિરદર્શન કરાવવામાં આવ્યું


તા. 3.1.2024 ના રોજ ટાટમ કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 3 થી 8 ના બાળકોને મોકડ્રીલનુ નિરદર્શન કરાવવામાં આવ્યું

જેમાં આગ લાગે ત્યારે શું કરી શકાય તેના માટે અગ્નિશામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવવામાં આવ્યું,જીવનની કોઈ પણ કટોકટીની પળો દરમિયાન તાત્કાલિક શું પગલાં ભરી શકાય તે વાત કરવામાં આવી.આ માટેનું સમગ્ર આયોજન વિજ્ઞાન શિક્ષક ચિંતનભાઈ પરબડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અને તેઓએ અગ્નિ લાગે ત્યારે,આકાશમાંથી વિજળી પડે ત્યારે શું સાવચેતી ભર્યા પગલા ભરીએ તો આપણું જીવન બચી જાય વિગતે ચર્ચા કરવામાં આવી.આ દરમિયાન સામાજિક વિજ્ઞાન શિક્ષક પ્રેમજીભાઈ સોરઠિયા દ્વારા સાપ કરડે ત્યારે શું કરવું તેની સરસ ચર્ચા કરી,સાપ કરડે ત્યારે ભુવા કે અંધશ્રદ્ધામાં નહીં પડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ડોકટર પાસે પહોંચવા કહ્યું.તેમજ શાળાના ભાષા શિક્ષક ભાવેશભાઈ વેલાણી દ્વારા હાર્ટએટેક વ્યક્તિને આવે ત્યારે તાત્કાલિક કેવી સારવાર કરી શકાય તેનું નિરદર્શન કરાવવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું વીડિયોગ્રાફી શાળાના મ.શિ લલિતભાઈ સાંકળિયા દ્વારા કરવામાં આવ્યું.આ સરસ મજાનો કાર્યક્રમ જોઈને શાળાના મ.શિ રસિકભાઈ મેણિયા દ્વારા ઈમરજન્સી સેવા સાથે જોડાએલ ગુજરાત સરકારની 108 સેવાને કોલ કરી 5.1.2024 ના રોજ શાળામાં પ્રત્યક્ષ આવશે તે અંગે બાળકોને માહિતગાર કર્યા.આ સમગ્ર કાર્યક્રમને બાળકો તેમજ સ્ટાફગણે સારો એવો સહકાર પુરો પાડયો.શાળાના આચાર્ય જગદીશભાઈ અણિયાળીયા તેમજ ઉપાચાર્ય ઘનશ્યામસિંહ જાદવ દ્વારા સમગ્ર કાર્યક્રમને બિરદાવતા સૌને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા.

રિપોર્ટ,નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.