અધધધ 31 ચોરાવ મોટર સાઇકલ સાથે સંજય,કુલદીપ વિનુ,સુભાષ સહિતના નામચીનો ઉમરાળા પોલીસની ઝપટે ચડી ગયા
ઉમરાળા પોલીસ અધિકારી ભલગરિયા સહિત સ્ટાફ રંઘોળા પાસે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન સંજય બાઇક લઈ પસાર થયો,અને સઘન પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો,એસપી હર્ષદ પટેલ અને ડીવાયએસપી મિહિર બારૈયા ઉમરાળા ખાતે દોડી ગયા,પત્રકાર પરિષદ યોજી વિગતો આપી ઝડપાયેલા મર્દના દિકરાઓએ નવ બાઇકો ચોરી બાવળની કાટમાં સંતાડી દીધા હતા ભાવનગર,સુરત,બોટાદ અને ગારિયાધારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો,અધધધ... એક સાથે ૩૧ ચોરાઉ મોટરસાઇકલ મળી આવી,નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ઉમરાળા પોલીસને બાતમીના રાહે લાગી મોટી સફળતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉમરાળા પોલીસને મળેલી મોટી સફળતાને લઈને જિલ્લા ભરમાં પોલીસની વાહ વાહ થઈ રહી છે ઉમરાળા પોલીસ સ્ટેશનના જવાનોએ હાથ ધરેલી વાહન ચેકિંગ ડ્રાઈવ દરમ્યાન એક બાઈક ચોરને ઝડપી લઈ તપાસ હાથ ધરતા અન્ય ત્રણ શખ્સો મળી કુલ ચાર શખ્સો વાહન ચોરીમાં ઝડપાઈ જતાં આ શખ્સો પાસેથી ચોરી કરેલા 31 બાઈક કબ્જે કરી સેંકડો વાહન ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે ભાવનગર રેન્જ આઈ.જી.પી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલની સૂચનાથી વાહન ચોરીના વણઉકેલાય ગુન્હાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત જિલ્લાભરમાં પોલીસ ટિમો દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવેલ જેમાં પોલીસ મથકના સી.પી.આઈ જે.આર.ભાચકન ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ભલગારીયા સ્ટાફ સાથે રંઘોળા ચોકડી ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા એક ઈસમ ચોરીના મોટર સાઇકલ સાથે લીમડા થી રંઘોળા બાજુ જઇ રહ્યો હોય ત્યારે પોકેટ કોપ દ્વારા વાહન સર્ચ કરતા તપાસમાં વાહન ચોરીનું હોય તે જણાતા તેને અટકાવી સઘન પૂછપરછ કરતા જાણવા મળેલ કે પોતે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છે અને વધુ ૯ મો.સાયકલ દડવા બાવળની કાટમાં છુપાવેલ છે અને અન્ય પોતાના સાથીદારો પાસે હોવાનું કબુલાત કરતા અલગ અલગ પોલીસ ટિમો બનાવી તમામ મો.સાઇકલ કબ્જે કરવા અન્ય સંડોવાયેલા આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા આ ચોરી કામમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સંજયભાઈ મકવાણા ઉ.વ.28 રહે દડવા,કુલદીપભાઈ મકવાણા ઉ.વ.19 રહે.દડવા,વિનુભાઈ બારૈયા ઉ.વ.13 રહે.સમઢીયાળા અને સુભાષભાઈ ઝાપડીયા ઉ.વ.35 રહે નાની કુંડળને ૩૧ મો.સાઇકલ ના મુદામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉમરાળા પોલીસને મળેલી મોટી સફળતાને લઈને જિલ્લાભરમાં પોલીસની વાહ વાહ થઈ રહી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.