અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંવિદ વેન્ચરના સહયોગથી અમરેલી જીલ્લાની ૮૦ પ્રાથમિક શાળામાં દીપશાળા પ્રોજેક્ટ ચલાવવામાં
અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંવિદ વેન્ચરના સહયોગથી અમરેલી જીલ્લાની ૮૦ પ્રાથમિક શાળામાં દીપશાળા પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ IIT મુંબઇ સાથે સંલગ્ન છે.IIT મુંબઇમાં ૨૭ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ટેકનોલોજી ફેસ્ટિવલ યોજાયોલ, જેના અંતર્ગત ટેકનોલોજી તથા ગણિત અને વિજ્ઞાનના મોડેલનું પ્રદર્શન રાખવામાં આવેલ.આવા પ્રતિષ્ઠિત સંસ્થાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે IIT મુંબઇ તરફથી દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જીલ્લાની ૫ શાળા ના શિક્ષકો અને ૫ વિદ્યાર્થીઓ ને આ કાર્યક્રમ માં ભાગ લેવા ની મંજુરી મળેલ જેમાંથી કુંકાવાવ તા.ની શ્રી મોંઘીબા કન્યાશાળા વડીયા ના શિક્ષક વિશાલભાઈ એસ.જોશી અને વિદ્યાર્થી રાજ એ. ઠુંમર, દીપશાળા પ્રોજેકટ મેનેજર હાર્દિક સાહેબ તથા કો-ઓર્ડીનેટર અલ્તાપખાનને ભાગ લેવા નો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમ માં પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત ભૂતપૂર્વ IIT BOMBAY પ્રો. ડો.ફાટક સર એ આ પ્રોજેક્ટ વિશેના અમલીકરણ ની સવિસ્તાર ચર્ચા કરી માહિતી મેળવી તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને પ્રોજેક્ટ અંતર્ગત સરસ કાર્ય બદલ અભિનંદન અને પ્રોત્સાહન આપ્યું. આથી ગ્રામ્ય વિસ્તાર ની શાળાને આ પ્રતિષ્ઠિત સંસ્થા IIT BOMBAY માં ભાગ લેવા તક આપવા બદલ દાતાશ્રી ભરત દેસાઇ સાહેબ, ડૉ, ફાટક સાહેબ, AIF-દીપશાળા પ્રોજેક્ટનો શ્રી મોંઘીબા કન્યાશાળા ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.