બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન મંદિરેથી પાકીટ ચોર ઝડપાયા - At This Time

બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન મંદિરેથી પાકીટ ચોર ઝડપાયા


બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન મંદિરેથી પાકીટ ચોર ઝડપાયા

મહિલા અને પુરુષ દર્શનાર્થીઓના પાકીટ ચોરતા ઝડપાયા.મૂળ પાલીતાણાના હાલ ગઢડા ખાતે રહેતા હરેશ સોલંકી અને આરતી ચુડાસમા નામના મહિલા પુરુષ ચોર ઝડપાયા.દર્શનાર્થીઓની નજર ચૂકવી પાકીટ ચોરી કરતા હતા બંને મહિલા પુરુષ.6 ચોરાઉ પાકીટ સાથે બાઇક પર ભાગવા જતાં બરવાળા પોલીસે ઝડપ્યા.બાઇક સહિત 65,590 ના મુદ્દામાલ સાથે બરવાળા પોલીસે બંનેને ઝડપી પાડી તપાસ હાથ ધરી.બરવાળા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ વાય એ ઝાલા સહિતની ટીમે ભાવિકોના પાકીટ ચોરી કરતી મહિલા પુરુષને ઝડપી પૂછપરછ હાથ ધરી.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.