સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર કરોડો રૂપિયાનું SMC પોલીસ દ્વારા લોખંડના સળિયાનું ચોરી રેકેટ ઝડપાયું.
સ્થાનિક પોલીસ સુતી રહી અને SMC એ રૂ.2,65,93,000 ના મુદ્દામાલ સાથે 12 આરોપીને દબોચી લીધા.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કરોડો રૂપિયાનું સળિયા ચોરી રેકટ પકડાયું છે જે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમેં પકડી પાડ્યું છે જેમાં વિરમગામ માલવણ હાઇવે પરથી લોખંડના સળિયા ચોરીનું વષોથી ચાલી રહ્યું હતું આ રેકેટ જેમાં રાજ્ય વ્યાપી ચોરી રેકેટમાં આરોપીઓ સામેલ હતા સુરેન્દ્રનગર પોલીસ કેમ હતી અજાણ ? એ સવાલ સામે આવ્યા છે ત્યારે ગાંધીનગર SMC ટીમે ગુપ્ત રીતે રેડ કરીને 12 આરોપીઓને ઝડપી લીધા છે જેમાં લોખંડના સળિયા ચોરીમાં અનેક સ્થાનિક આરોપીઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે માલવણ હાઇવે પર મજેઠી ગામ પાસે આ આખુ રેકેટ ચાલી રહ્યું હતું જેમાં પોલીસે હજારો ટન લોખંડના સળિયા અને અનેક વાહનો જપ્ત કર્યા છે અને કુલ રૂ. 2,65,93,000 નો મુદામાલ જપ્ત કરીને મોટું લોખંડ ચોરી કૌભાંડ પકડી પાડ્યું છે જેમાં ગાંધીનગર SMC ટીમને મોટી સફળતા મળી છે જેમાં અનેક રાજ્યની ટ્રકોમાંથી મોટા પ્રમાણમાં સળિયા ચોરી કૌભાંડ ચાલી રહ્યું હતું જેમાં સ્થાનિક પોલિસની મીલીભગત પણ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સ્થાનિક પોલીસ સુતી રહી સ્ટેટ મોનિટરીંગ સેલ એ રેડ કરી કરોડો રૂપિયાના સળિયા ચોરી રેકેટ પકડી પાડતા પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.