અરવલ્લી જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25/01/2024 ના રોજ મોડાસા ખાતે યોજાશે.
જિલ્લા કક્ષાનો "સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, અરવલ્લી ખાતે તા.૨૫/૦૧/૨૦૨૪ (ગુરુવાર)ના રોજ ૧૧:૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન/રજૂઆત કરવા માંગતા હોય તેઓએ પોતાના પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમિયાન તા.૧૦/૦૧/૨૦૨૪, સમય- ૧૪:૦૦ કલાક સુધીમાં કલેકટર કચેરી, અરવલ્લી ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે, અથવા https://cmo.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારશ્રીએ જાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. વધુમાં, પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે "સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.