સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારી બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારી બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારી અને આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
આ વર્ષનો જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે યોજાશે. પ્રજાસત્તાક પૂર્વના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી દ્વારા સમિતિઓને તેમના કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. બેઠક વ્યવસ્થા, ટેબ્લો, પરેડ ગ્રાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, ખેડબ્રહ્મા પ્રાંત શ્રી અમલીકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.