ગઢડા સર્વોપરી ગૌ શાળાના સંચાલક પાર્ષદ સંજયભગતને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગર તાલુકા પ્રાઇડ એવોર્ડ આપી સન્માનીત કરાયા - At This Time

ગઢડા સર્વોપરી ગૌ શાળાના સંચાલક પાર્ષદ સંજયભગતને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગર તાલુકા પ્રાઇડ એવોર્ડ આપી સન્માનીત કરાયા


ગઢડા સર્વોપરી ગૌ શાળાના સંચાલક પાર્ષદ સંજયભગતને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગર તાલુકા પ્રાઇડ એવોર્ડ આપી સન્માનીત કરાયા.

ખુબ જ નાની આયુમા પોતાના કાર્યોથી બહુ જ મોટુ નામ બનાવી ચુકેલા ગઢડા સર્વોપરી ગૌ શાળાના સંચાલક અને ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી એવા પાર્ષદ સંજયભગતને વધુ એક એવોર્ડથી સન્માનીત કરાયા છે.
પાર્ષદ સંજયભગતે પોતાની નાની ઉંમરમા સર્વોપરી ગૌ શાળાના માધ્યમથી ઘણા બધા સામાજીક તેમજ ધાર્મિક કાર્યક્રમો કરી સમાજના ઉત્થાન માટે ખુબ જ ઉમદા કાર્યો કર્યા છે જેમા વર્લ્ડ રેકોર્ડમા પણ સ્થાન મેળવ્યુ હોય ત્યારે હાલમા જ સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગર તાલુકા પ્રાઇડ એવોર્ડ સમારંભમા પાર્ષદ સંજયભગતને માન. ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્ હસ્તે ભાવનગર તાલુકા પ્રાઇડ એવોર્ડ અર્પણ કરાયો હતો. સાથે તેમના પિતાશ્રી ભરતભાઇ તથા ભાઇ શ્રી પ્રવિણભાઈ પણ ઉપસ્થીત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.