જસદણના આટકોટ ડી.બી.પટેલ છાત્રાલયના ટ્રસ્ટી રામાણી પર હુમલો કરનાર રૂડા ભગત સહિત 40 સામે ફરિયાદ દાખલ ધરપકડના ચક્રો ગતિમાન
જસદણના આટકોટ ડી.બી.પટેલ છાત્રાલયના ટ્રસ્ટી રામાણી પર હુમલો કરનાર રૂડા ભગત સહિત 40 સામે ફરિયાદ દાખલ ધરપકડના ચક્રો ગતિમાન
આટકોટ માં આવેલ ડી બી પટેલ છાત્રાલયમાં 40 થી પણ વધારે લોકોએ મેનેજિંગ ટ્રસ્ટી અરજણ રામાણી પર જપા જપી કરી ખૂનની ધમકી આપી હુમલો કર્યૉ હતૉ જૅ અંતર્ગત પાટીદાર આગેવાનો નૅ સાથે રાખી આટકોટ પોલીસ સ્ટેશનમાં છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી અરજણ રામાણી ઍ ગઈકાલે સાંજે કલમ 120બી, 143,147,148,447, 427,323, 504, 506 (2) સહિત ની કલમૉ સાથૅ ફરિયાદ નોંધાવી હતી. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સહિત અજાણ્યા 40 શખ્સો વિરુદ્ધ આટકોટ પોલીસ માં ફરિયાદ નોંધાવી છૅ તીક્ષ્ણ હથિયાર સાથે 40 લોકો છાત્રાલયમાં ઘૂસીને હુમલો કર્યો હતો. છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ જુટવી લેવામાં આવ્યા હતા અનૅ આટકોટની ડી.બી.પટેલ છાત્રાલયમાં ઓફિસ કામ કરતા 15 થી પણ વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. છાત્રાલયમાંથી કોમ્પ્યુટર CPU તેમજ નેટવર્કિંગ નો સામાન લઈને ફરાર થયા હતા. CCTVના આધારે આટકૉટ પૉલીસૅ આરોપીઓની શોધખોળ શરૂ કરી છૅ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.